વડોદરા, તા. ૧

મકરપુરા જી.આઇ.ડી.સીમાં નોકરી કરતો યુવક પોર ડિલીવરી કરવામાં માટે ગયો હતો તે સમયે પરત ફરતી વેળાએ મકરપુરા જી.આઇ.ડી.સી નર્મદા ટોયેટા નજીક ટેમ્પોએ ટક્કર મારતા તેને સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામાં આવતા ફરજ પર હાજર તબીબે તેણે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે માંજલપુર પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતાં.

અનગઢ ભગવાનપુરા ફળિયામાં રહેતા પિયુષકુમાર રણવીરસિંહ ગોહિલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતુ કે, અમારા પડોશમાં રહેતા મારા કાકાનો પુત્ર રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ ગોહિલ મકરપુરા જી.આઇ.ડી.સીમાં આવેલ વિનાયક એન્જીટેકની દુકાનમાં નોકરી કરે છે. તે રાબેતા મુજબ સવારે નોકરી પર જતો હોય છે અને સાંજના સમયે તે પરત આવતો હોય છે. પરંતુ સાંજના સાંત વાગ્યા ત્યાં સુધી તે પરત ન આવતા મારા કાકાએ તેને ફોન કરતા તેણે જણાવ્યું હતું કે હું પોર ડિલીવરી કરવા ગયેલ છું અને ત્યાંથી પરત દુકાને જઇ પછી ઘરે આવીશે તેમ જણાવેલ હતું. ત્યારબાદ રાત્રીના નવ વાગે જી.આઇ.ડી.સી માંથી કોઇકે મારા કાકાના મોબાઇલ પર ફોન કરીને જણાવેલ કે તમારા છોકરાનું અકસ્માત થયેલ છે અને તેને દવાખાને લઇ ગયા છે. આ બનાવની જાણ મારા કાકાએ મને કરતા હું તથા મારા કાકા સાથે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે આવેલ હતા ત્યાં રાજેન્દ્રસિંહને એસ.એસ.જી હોસ્પિટલમાં ૧૦૮ એમ્બુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવતા તેનું મોત નીપજયુ હતું. અમને જાણવા મળ્યુ હતું કે, પોરથી તેની દુકાને પરત જતા સમયે જી.આઇ.ડી.સી પાસે આવેલ ભુમી ચોકડીથી ટેમ્પો ચોકડી તરફ જતા નર્મદા ટોયોટા સર્વિસ શો રૂમની બાજુમાં, ઇપોચ ઓટો મેશન પ્રા.સંપની સામેથી પસાર થતા ટેમ્પો ચોકડીથી ભુમી ચોકડી તરફ જતા એક આઇસર ટેમ્પો ચાલક જેના ટેમ્પોના નંબરની ખબર નથી તેના ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે હંકારતા અકસ્માત થાતે તેને માથામા ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે રાજેન્દ્રસિંહનું મોત નીપજ્યુ હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે પિયુષકુમારે માંજલપુર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. માંજલપુર પોલીસે અકસ્માત કરી ફરાર થયેલા ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.