WHOના ચીફ પર ઇથોપિયાના નરસંહારમાં મદદ કરવાનો આરોપ મૂક્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, ડિસેમ્બર 2020  |   1188

દિલ્હી-

કોરોના મહામારીને છુપાવામાં ચીનની મદદ કરવાના આરોપમાં ઘેરાયેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયેસસ વધુ એક આરોપમાં ખરાબ રીતે બરાબરના ઘેરાયા છે. ટેડ્રોસની વિરૂદ્ધ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ થયેલા અમેરિકન ઇકોનોમિસ્ટ ડેવિડ સ્ટેઇનમાનએ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. ડેવિડએ ડબલ્યુએચઓ ચીફ પર ઇથોપિયાના નરસંહારમાં મદદ કરવાનો આરોપ મૂક્યો.

ડેવિડે આરોપ લગાવ્યો છે કે ટેડ્રોસ અધનોમે એક ‘મહત્વપૂર્ણ ર્નિણય નિર્માતા’ હોવાના કારણે વર્ષ 2013 થી 2015 સુધી ઇથોપિયાના સુરક્ષાબળોને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે ટેડ્રોસ એ ત્રણ અધિકારીઓમાં સામેલ હતા જે આ દરમ્યાન સુરક્ષા સેવાઓના પ્રભારી હતા. આ દરમ્યાન મોટાપાયા પર ઇથોપિયાના લોકોને ‘ત્રાસ’ આપવામાં આવ્યો અને તેમની ‘હત્યા’ કરાઇ.

ટેડ્રોસે 2016 સુધી ઇથોપિયાના વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી અને તે સમયે તેમની પીપલ્સ લિબરેશન ફ્રંટ પાર્ટી સત્તામાં હતી. ટિગ્રે વિસ્તારમાં ઉછરેલા ટેડ્રોસ વર્ષ 2005 થી 2012 સુધીમાં ઇથોપિયાના આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. વર્ષ 2017માં ટેડ્રોસ ડબલ્યુએચઓના ચીફ તરીકે ચૂંટાયા. તેઓ પ્રથમ એવા આફ્રિકન નેતા હતા જેમને આટલી મોટી જવાબદારી માટે પસંદ કરવામાં આવ્યા હતા. જાે કે તેમના કાર્યકાળ દરમ્યાન દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયો અને આ મહામારીને છુપાવામાં ચીનની મદદ કરવાના આરોપોને લઇ વિવાદોમાં આવી ગયા.

ડેવિડે દાવો કર્યો કે ડબલ્યુએચઓ ચીફે અમહારા, કોન્સો, ઓરોમો અને સોમાલી જનજાતિના સભ્યોની હત્યાઓ અને તેમને શારીરિક તથા માનસિક રીતે નુકસાન પહોંચાડવાને અવગણ્યું. આ ગુનાહિત પગલાઓનો હેતુ ઇથોપિયન જાતિઓને સંપૂર્ણપણે અથવા તો કેટલાંક હિસ્સાના સંપૂર્ણપણે ખત્મ કરી દેવાનો હતો. ડેવિડ ઇથિયોપિયાના લોકશાહી ચળવળના 27 વર્ષ સુધી વિદેશી સલાહકાર રહ્યા તેમને 2018માં જીત મળી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution