જથ્થાબંધ ફુગાવો ૧૫ મહિનાની ટોચે, મે મહિનામાં વધીને ૨.૬૧ ટકા થયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, જુન 2024  |   2178


નવીદિલ્હી,તા.૧૪

દેશમાં જથ્થાબંધ ફુગાવાના દરમાં વધારો જાેવા મળ્યો છે અને તે ૧૫ મહિનામાં સૌથી વધુ સપાટીએ પહોંચી ગયો છે. મે ૨૦૨૪માં જથ્થાબંધ મોંઘવારી (ઉર્રઙ્મીજટ્ઠઙ્મી ૈંહકઙ્મટ્ઠંર્ૈહ) દર ૨.૬૧ ટકા પર આવી ગયો છે, જ્યારે અગાઉના મહિનામાં એટલે કે એપ્રિલ ૨૦૨૪માં જથ્થાબંધ મોંઘવારી દર ૧.૨૬ ટકા હતો. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં એટલે કે મે ૨૦૨૩માં તે ૩.૮ ટકા હતો. આજે જાહેર કરવામાં આવેલ જથ્થાબંધ ફુગાવાના દરના આંકડા ફેબ્રુઆરી ૨૦૨૩ પછી સૌથી વધુ છે.ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજી અને ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે મે મહિનામાં સતત ત્રીજા મહિને જથ્થાબંધ મોંઘવારી દર વધીને ૨.૬૧ ટકા થયો છે. જથ્થાબંધ ભાવ સૂચકાંક જથ્થાબંધ ભાવ સૂચકાંક (ઉઁૈં) પર આધારિત ફુગાવો એપ્રિલમાં ૧.૨૬ ટકા હતો. મે ૨૦૨૩માં તે માઈનસ ૩.૬૧ ટકા હતો.

મે મહિનામાં જથ્થાબંધ ફુગાવામાં (ઉર્રઙ્મીજટ્ઠઙ્મી ૈંહકઙ્મટ્ઠંર્ૈહ) વધારો મે મહિનાના છૂટક ફુગાવાના આંકડાથી વિપરીત છે. આ સપ્તાહની શરૂઆતમાં જારી કરાયેલા ડેટા અનુસાર, રિટેલ મોંઘવારી દર મે મહિનામાં ઘટીને ૪.૭૫ ટકા પર આવી ગયો છે, જે એક વર્ષમાં સૌથી નીચો સ્તર છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મે ૨૦૨૪માં મોંઘવારી દરમાં વધારો થવાના મુખ્ય કારણોમાં ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો, ખાદ્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન મોંઘું થઈ રહ્યું છે, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખનિજાેની કિંમતો છે. તેલ અને ઉત્પાદન વગેરેમાં વધારો થયો છે.

ઉઁૈં ડેટા અનુસાર, ખાદ્ય ચીજાેનો ફુગાવાનો દર મે મહિનામાં ૯.૮૨ ટકા વધ્યો હતો જ્યારે એપ્રિલમાં તે ૭.૭૪ ટકા હતો. શાકભાજીનો મોંઘવારી દર મે મહિનામાં ૩૨.૪૨ ટકા હતો જે એપ્રિલમાં ૨૩.૬૦ ટકા હતો. ડુંગળીનો મોંઘવારી દર ૫૮.૦૫ ટકા હતો જ્યારે બટાકાનો મોંઘવારી દર ૬૪.૦૫ ટકા હતો. મે મહિનામાં કઠોળનો મોંઘવારી દર ૨૧.૯૫ ટકા હતો.ઇંધણ અને પાવર સેક્ટરમાં ફુગાવાનો દર ૧.૩૫ ટકા રહ્યો છે, જે એપ્રિલના ૧.૩૮ ટકાથી નજીવો ઓછો છે. ઉત્પાદિત ચીજવસ્તુઓમાં ફુગાવાનો દર ૦.૭૮ ટકા હતો જે એપ્રિલમાં માઈનસ ૦.૪૨ ટકા હતો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં) નાણાકીય નીતિ ઘડતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાના દરને ધ્યાનમાં રાખે છે. આ મહિનાની શરૂઆતમાં, ઇમ્ૈંએ સતત આઠમી વખત વ્યાજ દર જાળવી રાખવાનો ર્નિણય કર્યો હતો.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution