ટ્રાયલ ડેટા સાર્વજનિક કર્યા વગર કોરોના વેક્સીનને મંજૂરી કેમ?: સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ
10, ઓગ્સ્ટ 2021 891   |  

દિલ્હી-

કોરોના વેક્સિનના ટ્રાયલનો ડેટા સાર્વજનિક કરવાની માંગવાળી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કૉર્ટે કેન્દ્ર સરકાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને આઇસીએમઆરને નોટિસ મોકલી છે. અરજીકર્તા જેકબ પુલિયેલે માંગ કરી હતી કે લોકોને ટ્રાયલ ડેટા વિશે જાણવાનો અધિકાર છે. સાથે જ એ પણ ખબર હોવી જાેઈએ કે આની મુશ્કેલીઓ અને જાેખમ શું છે. અરજીકર્તાના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, આ પહેલીવાર છે જ્યારે વેક્સિન ટ્રાયલનો ડેટા સાર્વજનિક કર્યા વગર આટલા વ્યાપક સ્તર પર ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. કૉર્ટે કહ્યું છે કે, નોટિસ પાઠવવાનો મતલબ એ નથી કે વેક્સિન પર કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે.

સુપ્રીમ કૉર્ટે જનહિતની અરજી દ્વારા ૨ માંગો રાખી છે- એક કે કોરોના વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલના ડેટા જાહેર કરવામાં આવે અને બીજી કે, કોઈને પણ વેક્સિન લેવા માટે મજબૂર તો નથી કરવામાં આવી રહ્યા. લોકોને વેક્સિન લેવા મજબૂર કરવા અને ટ્રાયલનો ડેટા સાર્વજનિક કરવાની અરજી પર સુપ્રીમ કૉર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. જાે કે સુપ્રીમ કૉર્ટે વેક્સિન લગાવવા માટે મજબૂર કરવા પર રોક લગાવવાની ના કહી. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવે કહ્યું કે, દેશમાં ૫૦ કરોડ લોકોને વેક્સિન લગાવવામાં આવી ચૂકી છે. તમે શું ઇચ્છો છો કે વેક્સિનેશન કાર્યક્રમ બંધ કરી દેવામાં આવે? દેશમાં પહેલાથી જ વેક્સિન હેસીસટેંસી ચાલી રહી છે. તેમણે કહ્યું કે, ડબલ્યુએચઓએ પણ કહ્યું છે કે વેક્સિન હેસીસટેંસીએ ઘણું નુકસાન કર્યું છે.

તેમણે કહ્યું કે, શું તમને લાગે છે કે લોકહિતમાં છે, જ્યાં સુધી આપણે જાણી ના લઈએ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કંઈક ગંભીર રીતે ખોટું કરવામાં આવ્યું છે? આપણે વેક્સિન લેવામાં ખચકાટ સામે લડી રહ્યા છે, તો આવી અરજી લોકોના મનમાં શંકા પેદા નથી કરી રહી? અમને શંકા છે કે જ્યારે અમે આ અરજી પર વિચાર કરીએ છીએ તો એ સંકેત ના આપવો જાેઇએ કે આપણે વેક્સિન લેવામાં ખચકાટને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. વેક્સિનની જરૂરીયાત પર અમેરિકન સુપ્રીમ કૉર્ટ સહિત અને વિદેશી અદાલતોના આદેશ છે. તમે આ રીતે પબ્લિક હેલ્થ સાથે છેડછાડ ના કરી શકો.

કૉર્ટે કહ્યું કે, ૧૦૦ વર્ષમાં આપણે આવી મહામારી નથી જાેઈ, આ કારણે ઇમરજન્સીમાં વેક્સિનને લઈને સંતુલન બનાવવું જરૂરી છે. તો અરજીકર્તા તરફથી પ્રશાંત ભૂષણે કહ્યું કે, સીરો રિપોર્ટ પ્રમાણે ૨/૩ લોકો કોવિડ સંક્રમિત થઈ ચૂક્યા છે. આવામાં કોરોનાની વેક્સિનથી એન્ટીબોડી વધારે કારગર છે. હવે પોલિસી બનાવવામાં આવી છે કે વેક્સિન નહીં લગાવવામાં આવી હોય તો યાત્રા નહીં કરી શકો. અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. સરકાર ક્લિનિકલ ડેટા સાર્વજનિક નથી કરી રહી. વેક્સિન સ્વેચ્છિક છે તો જાે કોઈ વેક્સિન નથી લેતું તો તેને કોઈ સુવિધાઓથી વંચિત ના કરવામાં આવે. સુપ્રીમ કૉર્ટમાં આ અરજી રાષ્ટ્રીય તકનીકી સલાહકાર ગ્રુપના પૂર્વ મેમ્બર જેકબ પુલિયેલ દ્વારા દાખલ કરવામાં આવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution