20, નવેમ્બર 2020
3366 |
ભગવાન રામ અને ખિસકોલી સાથે બહુ જુનો નાતો ધરાવે છે. ખિસકોલીના શહરી ઉપર આવેલા સફેદ પટ્ટા ભગવાન રામના આશીર્વાદ હોવાનું કહેવા છે. આવો જાણીએ તેની જાણીતી વાર્તા…
લંકા પહોંચવા સમુદ્ર ઓળંગવા માટે ભગવાન રામ સમુદ્ર ઉપર સેતુ બાંધી રહ્યા હતા. ભગવાન વિશ્વકર્માએ નલ અને નીલને આ કાર્ય માટે તાલીમ આપી હતી. નલ અને નીલ વાનરોની મદદથી સેતુ બાંધી રહ્યા હતા. આ વખતે એક ખિસકોલી પણ એમને મદદરૂપ થવા જઈ પહોંચી. ખિસકોલી સેતુ બાંધવા સમુદ્રની રેતી લઇ જતી હતી. આ જોઇને વાનરો હસવા લાગ્યા. આટલા નાના જીવની પોતાના પ્રત્યેની આવી ભક્તિ જોઇને રામે એની પીઠ પંપાળી. ત્યારથી ખિસકોલીની પીઠ ઉપર સફેદ પટ્ટા પડી ગયા છે જે ભગવાન રામની આંગળીઓના નિશાન છે!