19, જુન 2022
396 |
વડાપ્રધાનના આગમન પૂર્વે વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સહિત તમામ ધારાસભ્યો ડાયસ પાછળ વીઆઈપી લોન્જમાં બેઠા હતા. વડાપ્રધાન આવતાં તમામ લેપ્રેસી ગ્રાઉન્ડના ગેટ પર રિસીવ કરવા ગયા હતી. મળતી માહિતી મુજબ વડાપ્રધાન સામને મળતાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારને મળીને નીકળી ગયા હતા અને જીપમાં બેસી ગયા હતા. ત્યારે વડાપ્રધાને જાેયું નહીં એટલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ થઈને નીકળી ગયા હોવાની ચર્ચા થઈ રહી છે. જાે કે, બીજી તરફ એન્ટ્રી ક્યાંથી લેવી તેની કોઈ માહિતી નહીં હોવાથી પરત ફર્યા હોવાની ચર્ચા પણ થઈ રહી છે. જાે કે, એક માત્ર ધારાસભ્ય કાર્યક્રમમાં હાજર ન હોવાથી ભાજપા મોરચે અનેક તર્કવિતર્ક સર્જાયા છે.