લોકસત્તા વિશેષ, તા. ૧૮

સામાન્ય રીતે જ્યાં વસ્તી રહેતી હોય ત્યાં વિકાસના કાર્યો કરવાની પ્રાથમિકતા હોવી જાેઈએ પરંતુ વુડા ચેરમેન શાલિની અગ્રવાલ માટે આ પધ્ધતિ કામની નથી. તેઓએ વસ્તી રહે છે તે વિસ્તારના રસ્તાની ચિંતા કર્યા સિવાય જંગલમાં રસ્તો બનાવવા માટેની પ્રક્રિયા ઉતાવળે શરુ કરાવી છે. ખરેખર તો વડોદરા શહેરના હિતમાં ૭૫ મીટરના રસ્તાના બદલે હાલ પ્રથમ તબક્કામાં હરણીથી શહેરમાં પ્રવેશતી નર્મદા કેનાલની સમાંતર ૩૦ મીટરનો રસ્તો તથા આ મેઈન કેનાલથી અલગ પડતી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ જે વડોદરા-પાદરા રોડને જાેડાય છે તેને સમાંતર આવેલ ૩૦ મીટરનો રસ્તો જાે પ્રથમ તબક્કામાં ખોલવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે તે વધુ ઉપયોગી બને. આ રસ્તો ખુલ્લી કરવા માટે છેલ્લા ૨૦ વર્ષથી વાતો છે. કેનાલને અડીને પસાર થતા ૩૦ મીટરના રસ્તા પૈકી મોટાભાગની કામગીરી પણ પૂર્ણ છે પરંતુ આ રસ્તા પરના કેટલાક સ્થળોએ આવેલા દબાણ કે તેને લીંક કરતા રોડ પરના દબાણ માટેની કામગીરી કરવાથી આખો રસ્તો ઉપયોગી બને તેમ છે. પરંતુ આ રસ્તા માટે એક પણ વખત ચિંતન કરવાના બદલે વુડા ચેરમેન શાલિની અગ્રવાલે અચાનક ૭૫ મીટર રસ્તાની કામગીરી કરવાની ઉતાવળ કરતા તેમના ઈરાદા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર ચોક્કસ માલેતુજારોને લાભ કરાવવા માટે છેલ્લા એક સપ્તાહથી ૭૫ મીટર રસ્તાનો એક ચોક્કસ ભાગ રાતોરાત ખુલ્લો કરી રસ્તો પાકો કરવાની પેરવી વુડામાં શરુ થઈ છે. વુડા ચેરમેન શાલિની અગ્રવાલની જીદ અને આદેશ બાદ વુડાના એન્જીનિયરીંગ વિભાગે ટેન્ડર બનાવવા માટેની પ્રક્રિયા શરુ કરી દીધી છે. ત્યારે વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા માટે અત્યંત જરુરી એવા હરણીથી શરુ થતા નર્મદા કેનાલને સમાંતર ૩૦ મીટર પહોળા રસ્તાને તેની પુરી ક્ષમતામાં ખુલ્લો કરવા માટેની કોઈ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવતી નથી. જાે આ આખા રસ્તાને હરણીથી વડોદરા-પાદરા રોડને જાેડવામાં આવે તો શહેરના એરપોર્ટ ચાર રસ્તાથી જુના પાદરા રોડ અક્ષર ચોક સુધીના રસ્તાનું ભારણ ઓછું થઈ જાય તેમ છે.

કેનાલની સમાંતર રસ્તાથી અડધો ઈનર રીંગ રોડ ખૂલ્લો થશે

વુડા અને કોર્પોરેશન દ્વારા અગાઉ સંયુક્ત રીતે જાહેર કર્યા મુજબ નેશનલ હાઈવે તથા વુડાના સુચિત રસ્તાઓ તેમજ કોર્પોરેશનના રસ્તાઓના જાેડાણથી એક ઈનર રીંગ રોડ ઝડપથી કાર્યરત કરવામાં આવનાર હતો. જે મકરપુરા-જામ્બુવાથી હરણી સુધીનો નેશનલ હાઈવ તથા હરણીથી નર્મદા કેનાલની સમાંતર ૩૦ મીટરનો રસ્તો વડોદરા-પાદરા રોડ સુધી જાેડી ત્યાંથી પછી ૭૫ મીટરનો રોડ પુનઃ પશ્ચિમ વિસ્તારથી દક્ષિણ સુધી લાવી નેશનલ હાઈવેને જાેડવાની વાત હતી. જાે કેનાલની સમાંતર રસ્તો ખોલવામાં આવે તો અડધો રીંગ રોડ આપોઆપ ક્લીયર થઈ જાય તેમ છે. તેના પર પ્રથમ કામગીરી કરવાના બદલે જયાં કોઈ વસ્તી નથી ત્યાં ઉતાવળે કેમ રસ્તો બનાવાઈ રહ્યો છે તેને લઈને સવાલ ઉભા થયા છે.

સમા-છાણી રોડ ખોલવામાં વિલંબ કેમ થાય છે?

સમા-છાણીને જાેડતી નર્મદા કેનાલની બંને તરફ ૩૦ મીટરનો રસ્તો મુકવામાં આવ્યો છે. જ્યાં બંને તરફ ટીપી સ્કીમમાં મોટાભાગના રસ્તાની કામગીરી પુરી પણ થઈ ગઈ છે. જે પૈકી કેનાલની દક્ષિણ તરફનો રસ્તો શહેરનો પ્રથમ જાેગીંગ ટ્રેક અને સાયકલ ટ્રેક સાથેનો રસ્તો તૈયાર પણ થઈ રહ્યો છે. પરંતુ ઉત્તર તરફના રસ્તામાં કેટલાક ઝુપડાની અડચણ દુર કરવામાં આવે તો આખો રસ્તો ખુલ્લો થઈ શકે તેમ છે. ત્યારે આ રસ્તો ખુલ્લો કરવાની તસ્દી કેમ લેવામાં આવતી નથી તેને લઈને પણ અનેક સવાલ ઉભા થયા છે.

૩૦ મીટર રસ્તો કઈ ટીપી સ્કીમમાંથી પસાર થાય અને તેની છેલ્લી સ્થિત શું છે?

ટીપી સ્કીમ નંબર ક્યા ગામનો સમાવેશ? ટીપી સ્કીમની વર્તમાન સ્થિતિ? ક્યા સત્તા મંડળની હસ્તક

હરણી -૧ અને ૨ હરણી હાલ પ્રિલીમ લેવાની કામગીરી ચાલુ છે વડોદરા મ્યુ કોર્પોરેશન

સમા -૧ અને ૨ સમા સમા – ૧ ફાઈનલ જ્યારે સમા -૨ ડ્રાફટ વડોદરા મ્યુ. કોર્પોરેશન

  સુધારા પ્રક્રિયામાં

વેમાલી-૧ વેમાલી ફાઈનલ વડોદરા મ્યુ. કોર્પોરેશન

સમા-દુમાડ-વેમાલી-૨ સમા, દુમાડ અને વેમાલી ડ્રાફ્ટ સુધારા પ્રક્રિયા સમા અને વેમાલી વડોદરા મ્યુ કોર્પોરેશન

   તથા દુમાડ વુડા

છાણી ૧૩, ૪૬, ૪૭ છાણી ૧૩ ફાઈનલ, ૪૬, ૪૭ અને ૪૮ વડોદરા મ્યુ. કોર્પોરેશન

અને ૪૮ ડ્રાફ્ટ સુધારા પ્રક્રિયામાં

નિઝામપુરા – ૧૨ નિઝામપુરા, છાણી ફાઈનલ (ફર્સટ વેરીએશન પ્રક્રિયામાં) વડોદરા મ્યુ. કોર્પોરેશન

ગોરવા અંકોડીયા – ૧ ગોરવા અને અંકોડીયા ડ્રાફ્ટ સુધારા પ્રક્રિયામાં ગોરવા વડોદરા મ્યુ. કોર્પોરેશન તથા

   અંકોડીયા વુડા

ૈં.છ.જી. બનેલા કમિશનરને નાગરિક સુવિધાની પ્રાથમિકતાની સમજ નથી?

વડોદરા, તા. ૧૮

શહેરના અન્ય વિસ્તારને અન્યાય કરી કમિશનર અને વુડાના ચેરમેનનો ચાર્જ ધરાવનાર શાલિની અગ્રવાલ દ્વારા સેવાસીથી વડોદરા-પાદરા રોડને જાેડતા ૬ કિલોમીટર લાંબા ૭૫ મીટર પહોળા રસ્તાને ખુલ્લો કરી પાકો કરવા પાછળ રૃપિયા ૧૦૦ કરોડનું આંધણ કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે આઈ.એ.એસ. બનેલા કમિશનરને નાગરીક સુવિધાની પ્રાથમિકતાની જ સમજ નથી તેવી છબી ઉપસી રહી છે. વુડા ચેરમેન તરીકે જે ૬ કિલોમીટર લાંબા રસ્તાને બનાવવા માટે રૃપિયા ૧૦૦ કરોડનો ખર્ચ કરવાની જીદ પકડી છે તેની સામે કેનાલની સમાંતર આવેલા ૩૦ મીટર પહોળા રસ્તાને સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવે તો આશરે ૨૦ કિલોમીટરની લીંક તૈયાર થઈ જાય અને તે પણ બ્રીજ નેટવર્ક સાથે. આ કામગીરીથી શહેરના લાખો નાગરીકોના માનવકલાકની બચત થાય, ટ્રાફિક સમસ્યાના કારણે થતી પેટ્રોલ અને ડિઝલની ખપતમાં ઘટાડો થાય અને સૌથી મહત્વનું આ સમસ્યાના નિરાકરણથી પર્યાવરણને ફાયદો થાય. પરંતુ આ તમામ બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવાના બદલે કમિશનર દ્વારા કોઈ ચોક્કસના લાભાર્થે જંગલમાં રસ્તાની કામગીરી પાર પાડવાની ઉતાવળ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં જે ૧૦૦ કરોડ રૃપિયાનો ખર્ચ વુડા મારફતે કરાવવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે આ ખર્ચ શહેરના અન્ય રસ્તા માટે પણ ઉપયોગ કરી શકાય છે. વુડા જાે સહાય જ કરવા માંગતી હોય તો શહેરમાં કામગીરીની અનેક પ્રાથમિકતા છે આ કામોમાં સહાય કરી લાખો લોકોને ઉપયોગ થાય તેવા કામો કરવા જાેઈએ નહીં કે કોઈ ચોક્કસને લાભ કરાવવા માટે ૧૦૦ કરોડનો ધૂમાડો કરી જંગલમાં મંગલ કરવાની કાર્યવાહી કરવી જાેઈએ.

રસ્તા સાથે વિશ્વામિત્રી ડાયવર્ઝનનું કામ પણ સરળ થશે

શહેરને પુરના પ્રકોપથી બચાવવા માટે વુડાના ડેવલોપમેન્ટ પ્લાનમાં વિશ્વામિત્રી નદીના ડાઈવર્ઝનની જાેગવાઈ પણ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા જાે કેનાલને સમાંતર ૩૦ મીટરના રસ્તાને ખુલ્લો કરી

પુર્ણ ક્ષમતામાં કાર્યરત કરવામાં આવે તો આ રસ્તા પર કેનાલને સમાંતર વિશ્વામીત્રી ડાઈવર્ઝનની ચેનલ પણ મંજુર કરવામાં આવેલી છે. આ બનાવવાથી વડોદરા શહેરને પુરના પ્રકોપમાંથી પણ બચાવી શકાય તેમ છે.