મિ.કમિશનર કાર્યવાહી છતાં રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત્‌ કેમ?

વડોદરા, તા.૯

વડોદરા શહેરમાં રખડતા ઢોરો અને ઢોરવાડાઓ સામેની કાર્યવાહી અવિરત જારી રહેવા પામી છે. શહેરમાં પાલિકા દ્વારા કડક હાથે કાર્યવાહી કરવા છતાં પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહેવા પામ્યો છે.જેને લઈને પાલિકાના દાવાઓ સામે શંકાકુશંકાઓ ઉપજી રહી છે. એક તરફ પાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૧૭ રખડતા ઢોરો પકડી પાડીને ૨૩ વ્યક્તિઓના ૩૬ ઢોરવાડાઓ તોડી પાડ્યા છે.બીજી તરફ શહેરના આજવા રોડ એકતા નગર, તરસાલી શાક માર્કેટ, દંતેશ્વર રોડ પર રખડતા ઢોરો બિનદાસ રીતે માર્ગો પર પોતાનું સામ્રાજ્ય જમાવીને ફરતા જાેવા મળ્યા હતા. જેને લઈને પાલિકાની કડક કાર્યવાહીનું જાણે કે સુરસુરિયું થઇ ગયું હોય એવી સ્થિતિ ઉભી થવા પામી છે.

પાલિકાએ નવમી નવેમ્બરના રોજ ૧૭ રખડતા ઢોર પકડ્યા છે.તેમજ સમા, ગોરવા,ફતેહગંજ, આજવા રોડમાં ૧૩૭ ઢોરને ટેગીંગ કર્યું છે. હેબિચ્યુઅલ ઓફેન્ડરની એક ફરિયાદ મકરપુરા પોલીસ મથકે ગાંગાભાઇ અર્જુનભાઈ રબારી સામે નોંધાવી છે. આ ઉપરાંત ૩૬ ઢોરવાડા તોડી પડાય છે.જેમાં ગદાપુરા લાયન્સ ક્લ્બ પાસે ગોત્રી પોલીસ મથકની હદમાં ૧૬ તોડ્યા છે. એમાં ખેંગરભાઈ ભરવાડના ચાર, પ્રદીપ ગોપાલભાઈ ભરવાડના પાંચ, નારાયણભાઈ સાદુરભાઈ ભરવાડના ત્રણ અને રાજુભાઈ ભોળાભાઈ ભરવાડના ચાર ઢોરવાડાનો સમાવેશ થાય છે. કંકુબા ચોક ભરવાડ વાસ ગધેડા માર્કેટ પાસે ૧૦ ઢોરવાડા તોડી પડાય છે.જેમાં વીરાભાઇ સુરાભાઈ ભરવાડ, જગદીશભાઈ વીરાભાઇ ભરવાડ, લાખાભાઇ વીરાભાઇ ભરવાડ, સામતભાઇ રામાભાઇ ગઢવી, વાઘજીભાઈ તેજાભાઈ ભરવાડ, તેજાભાઈ નાથાભાઈ ભરવાડ,વિઠ્ઠલભાઈ કાવાભાઇ ભરવાડ, મહેશભાઈ કાનાભાઇ ભરવાડ, જાેગભાઇ તેજાભાઈ ભરવાડ અને સુરેશભાઈ કાનાભાઇ ભરવાડના ઢોરવાડાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વાસ તળાવ પાસે પણ દશ ઢોરવાડા તોડી પડાયા છે.જેમાં રાજેશભાઈ ખુમાણભાઇ ઓડ, ઘનશ્યામભાઈ બીજલભાઈ ભરવાડ, લાલાભાઇ ખુમાનભાઈ ઓડ, રાણાભાઇ ગધુભાઇ ભરવાડ, હરેશભાઇ ભવાનભાઈ ભરવાડ, ત્રભુભાઈ લઘરાભાઈ ભરવાડ, રાઘુભાઈ લઘરાભાઈ ભરવાડ અને કાનજીભાઈ લઘરાભાઈ ભરવાડના એક એક તથા જહાભાઈ હોતીભાઈ ભરવાડના બે મળી કુલ દશ ઢોરવાડા તોડી પડાયા છે. આમ પાલિકાની ઢોર અને ઢોરવાડા હટાવ ઝુંબેશની કોઈ ખાસ અસર જાેવા મળતી નથી.જેને લઈને શહેરીજનોને માટે રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જાેવા મળ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution