અમદાવાદ-

ગુજરાતમાં કોરોનાકાળની સ્થિતિ અંગે હાઈકોર્ટ દ્વારા સુઓમોટો સુનાવણીમાં આજે ફરી એક વખત રાજય સરકારને હાઈકોર્ટે આકરા પ્રશ્નો પૂછીને મુશ્કેલમાં મુકી દીધી હતી. ખાસ કરીને હજુ રાજયમાં હોસ્પીટલોમાં સામાન્ય બેડથી લઈ ઓકસીજન અને વેન્ટીલેટરની બેડની સમસ્યા છે અને વહેલો તે પહેલાના ધોરણે દર્દીઓને આપવામાં આવતા હોવાથી ગંભીર દર્દીઓને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. હાઈકોર્ટે આ મુદો ઉઠાવ્યો હતો અને સરકાર તેમાં શું કરવા માંગે છે તે અંગે સોગંદનામુ દાખલ કરવા સૂચના આપી છે. સરકારે જો કે અત્યાર સુધીમાં કરેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો એપ્રીલના અંત સુધીમાં રાજયમાં કુલ 1 લાખ કોરોના બેડ તૈયાર હશે તેવી ખાતરી આપી હતી પણ હાઈકોર્ટે જણાવ્યું કે તમારે કોરોના કરતા ઝડપથી કામ કરવાનું રહેશે. સરકારે સ્વીકાર્યુ કે મેનપાવરની પણ તંગી છે. હાઈકોર્ટે આજે સરકારને અનેક મુદે પ્રશ્ન પૂછયા હતા અને આવતીકાલે હવે આ સુનાવણીનો તેનો આદેશ આપશે. આમ ગુજરાત હાઈકોર્ટ સરકારના વલણ અંગે સરકાર ચિંતામાં હોવાનું બહાર આવ્યું છે.