દિલ્હી-

કેરળમાં રવિવારે કોરોનાથી ૨૮ હજાર લોકોને સાજા કરી લેવાયા હતા. જે વિસ્તારોમાં હાલ રસી પહોંચાડવામાં મુશ્કેલી આવી રહી છે ત્યાં ડ્રોનનો ઉપયોગ કરવાની કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે મંજૂરી આપી છે. આ મંજૂરી હાલ માત્ર અંદામાન નિકોબાર ટાપુઓ, મણીપુર અને નાગાલેન્ડ માટે અપાઇ છે. જેને પગલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઇસીએમઆર) ડ્રોનની મદદથી આ વિસ્તારોમાં રસી પહોંચાડી શકશે. લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જાેવા મળી રહી છે.

રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી. ભારતે રસીના ૭૫ કરોડ ડોઝ આપી દીધા હોવાથી વિશ્વ આરોગ્ય સંસૃથાએ શુભેચ્છા પાઠવી હતી.સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતમાં કોરોનાની રસીના અત્યાર સુધીમાં ૭૫ કરોડથી વધુ ડોઝ આપી દેવાયા છે. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. જ્યારે બીજી તરફ કોરોનાના નવા ૨૭,૨૫૪ કેસો સામે આવ્યા છે અને ૨૪ કલાકમાં ૨૧૯ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે એક્ટિવ કેસો ઘટીને ૩.૭૪ લાખે પહોંચ્યા હતા, છેલ્લા ૨૪ કલાકમાં તેમાં ૧૦ હજારથી વધુ કેસોનો ઘટાડો થયો છે. વધુ ૨૧૯ના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને ૪.૪૨ લાખે પહોંચ્યો છે. છેલ્લા ૭૮ દિવસથી કોરોનાના દૈનિક કેસ ૫૦ હજારની નીચે રહ્યા છે. રવિવારે કોરોનાના ૧૨ લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેને પગલે કુલ ટેસ્ટનો આંકડો ૫૪.૩૦ કરોડને પાર પહોંચ્યો હતો. જે નવા ૨૭ હજારથી વધુ કેસો સામે આવ્યા છે તેમાં માત્ર કેળના જ ૧૫ હજાર કેસો છે જ્યારે રાજ્યમાં વધુ ૯૯ લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. જ્યારે કેરળમાં કોરોનાના કુલ કેસ ૪૪ લાખની નજીક પહોંચી ગયા છે અને મૃત્યુઆંક ૨૨ હજારને પાર જતો રહ્યો છે.