શું કોમેડી કપિલ શર્માં ડિજિટલ ડેબ્યુ માટે 20 કરોડ લેશે?

મુંબઇ 

કપિલ શર્મા ટીવીની દુનિયાનો તે સેલિબ્રિટીઝ છે જેનાં નામથી શો ચાલે છે તેને કોઇ ઓળખની જરૂર નથી. તેની સૂઝબૂઝ અને પરફેક્ટ કોમિક ટાઇમિંગથી ટીવીની દુનિયામાં તેણે ખાસ નામ જણાવી દીધુ છે. ફિલ્મોની વાત કરીએ તો તેણે કીસ કીસ કો પ્યાર કરુ જેવી કોમેડી ફિલ્મ તો ફિરંગી જેવી ફિલ્મ પણ આપી છે.

ટીવી શોમાં એક સફળ પડાવ બાદ હવે કપીલ શર્મા ડિજિટલ ડેબ્યુ કરવાની તૈયારીમાં છે. ખબર છે કે, તે જલદી જ એક વેબ સીરીઝની સાથે OTT પ્લેટફર્મ પર તેની શરૂઆત કરવાનો છે. જે માટે તે તગડીફી વસુલ કરી રહ્યો છે. 

કપિલ શર્મા શોની દર અઠવાડિયાની ટીઆરપી જ જણાવે છે કે, લોકો આ શો કેટલો પસંદ કરે છે. કપિલનાં ડિજિટલ ડેબ્યૂ અંગે શોની સપના એટલે કે કૃષ્ણા અભિષેકે એ ખુલાસો કર્યો છે કે, હાલમાં જ એક એપિસોડમાં જ્યારે શત્રુઘ્ન સિન્હા કપિલ શર્માનાં શો મા તેમનાં દીકરા લવની સાથે આવ્યા હતાં. ત્યારે કૃષ્ણા અભિષેકે વાતો વાતોમાં જણાવ્યું કે, કપિલ શર્માએ OTT પ્લેટફર્મ પર તેની શરૂઆત માટે 20,00,00,000 એટલે કે 20 કરોડ રૂપિયાની ભારે રકમ ચાર્જ કરી છે. 

જોકે, કૃષ્ણાએ કપિલની આ ફીનો ખુબ મજાક ઉડાવ્યો હતો. ફેન્સ અને મનોરંજનની દુનિયામાં કપિલની ભારે લોકપ્રિયતા છે તેથી તે વાતમાં કોઇ બેમત નહીં કે કપિલે ડિજિટલ પ્રોજેક્ટ માટે આટલી મોટી રકમ ચાર્જ નહીં કરી હોય. 

દર શનિવાર અને રવિવારનો દર્શકો આતુરતાથી ઇન્તઝાર કરતાં રહે છે. આવનારા એપિસોડમાં નોરા ફતેહી ફેમસ પંજાબી સિંગર ગુરુ રંધાવાની સાથે નજર આવશે.આ પણ તો આ વિકેન્ડમાં જ જેનેલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખ કોમેડી ચેટ શોમાં નજર આવશે. આ સાથે જ વાતો એમ પણ છે કે, ટૂંક સમયમાં અક્ષય કુમાર અને કિયારા અડવાણી તેમની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નાં પ્રમોશન માટે નજર આવી શકે છે. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution