વેકસીનેશન સેન્ટર પર ભારે ભીડથી કોરોના સંક્રમણ વધવાનો ખતરો વધશે ?

દિલ્હી-

દેશમાં કોરોના વેકસીનેશનનો બીજો તબકકો શરુ થઇ ગયો છે. અને ખાસ કરીને 60 વર્ષથી ઉપરના લોકો તથા જેઓ ગંભીર બીમારીથી પીડાય છે તેવા 45 વર્ષ કે તેથી વધુના યુવાનોને પણ હવે કોરોના વેકસીન આપવાનું કામ શરુ થયુ છે. અને વેકસીનેશન સેન્ટરમાં ભીડ જોવા મળી છે. તે વચ્ચે નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે જો વેકસીનેશન સેન્ટર ઉપર વધુ પડતા લોકો એકી સાથે એકત્ર થઇ જાશે તો ત્યાંથી પણ કોરોના સંક્રમણ થવાનો ભય છે. દેશભરમાં સોમવાથી સોમવારથી બીજો તબકકો શરુ થયો છે. અને ખાનગી હોસ્પીટલોને પણ તેમાં સામેલ કરવામાં આવી છે. જેના કારણે જેમને વેકસીન આપવા માટેની મર્યાદામાં સમાવેશ કરાયો છે તે એક મોટો વર્ગ આજકાલ વેકસીનેશન સેન્ટર પર એકત્ર થયો છે. ખાસ કરીને સરકારી વેકસીનેશન સેન્ટરમાં કોઇ ચાર્જ વગર વેકસીન અપાતી હોવાથી ત્યાં વધુ ભીડ છે.

ખાનગી સેન્ટરો પર પણ ભીડ છે. બીજી તરફ વેકસીનેશન માટેનું જે ઓનલાઇન નેટવર્ક છે તેમાં અવાર નવાર ટેકનીકલ ક્ષતી ઉભી થતી હોય છે જેના કારણે જે ઝડપી વેકસીન આપી શકાય તે ઝડપે આપી શકાતી નથી. ઉપરાંત લોકો પણ પુરતા ઓળખપત્ર વગર આવ્યા હોય તો તેનો વિલંબ થાય છે. બેંગ્લોરમાં સવારે 9 વાગે આવેલ વ્યકિતને બપોરે 4 વાગ્યે વેકસીન આપી શકાઇ હતી. એકજ સીસ્ટમ ઉપર દેશભરમાંથી માહીતી અપલોડ કરવાની હોવાથી તે વારંવાર ક્રેશ થઇ જાય છે. અને આ સમયે જો સંક્રમિત લોકો ત્યા આવ્યા હોય તો તે અન્યને પણ સંક્રમીત કરી શકે છે. વેકસીનના બે ડોઝ બાદ જ કોરોના સંક્રમણ સામે સુરક્ષા મળે છે. અને વેકસીન લીધા પછી તેની અસર થાય તે પુર્વે જો કોરોનાની અસર થવા માંડે તો પણ તે વ્યકિત વેકસીન લીધા પછી સંક્રમીત થઇ શકે છે. નિષ્ણાંતોએ આ સ્થિતી સામે ચેતવણી આપી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution