દેશમાં સૌથી વધુ દાન કરનારા ઉદ્યોગપતિઓનુ લિસ્ટ જાહેર, વિપ્રોના અઝીમ પ્રેમજી પહેલા ક્રમે
01, મે 2021 792   |  

 દિલ્હી-

દેશમાં ચારે તરફ ફેલાયેલા નિરાશાના માહોલ વચ્ચે દેશના કરોડપતિઓ અને ઉદ્યોગપતિઓએ કેટલુ દાન આપ્યુ તેના આંકડા પણ જાહેર થયા છે.હુરુન ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે 2020માં દેશના સૌથી મોટા 90 દાનવીરોએ કુલ 9324 કરોડ રુપિયા દાનમાં આપ્યા છે.દાનવીરોના આ લિસ્ટમાં 10 કરોડ રુપિયાથી વધારે દાન આપનારાઓની સંખ્યા બે વર્ષમાં બમણી થઈ છે. 2020માં આવા લોકોની સંખ્યા 80 પર પહોંચી છે.લિસ્ટમાં સામેલ દાતાઓની સરેરાશ વય 66 રુપિયા છે. ફ્લિપકાર્ટના કો ફાઉન્ડર બિની બસંલ 40 વર્ષના પહેલા એવા ડોનર છે જે આ લિસ્ટમાં સામેલ થયા છે.

ભારતમાં સૌથી વધારે દાન અઝીમ પ્રેમજીએ કર્યુ છે.તેમણે 7904 કરોડ રુપિયા દાન કર્યા છે.જેમાંથી મોટાભાગનો ખર્ચ શિક્ષણના ક્ષેત્રમાં થયો છે.બીજા ક્રમે એચસીએલના શિવ નાડર છે.જેમણે 795 કરોડ રુપિયા પરપોકારના કામમાં વાપર્યા છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીએ 458 કરોડ રુપિયા દાન કર્યુ છે.તેઓ ત્રીજા નંબરે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution