દિલ્હી-

એપ્રિલથી જૂન સુધીના ત્રણ મહિનામાં 2867 કેસમાં કુલ રૂ. 19,964 કરોડની છેતરપિંડી થઇ હોવાની વાત જાહેરક્ષેત્રની બૅન્કોએ આરટીઆઇના જવાબમાં જણાવી હતી.

દેશની સૌથી મોટી જાહેરક્ષેત્રની બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ) સાથે સૌથી વધુ છેતરપિંડીના બનાવ બન્યા હતા. જાેકે, મૂલ્યના મામલે બૅન્ક ઑફ ઇન્ડિયાને સૌથી વધુ ફટકો પડયો હોવાની માહિતી રિઝર્વ બૅન્કે આપેલા જવાબમાં જાણવા મળી હોવાની વાત આરટીઆઇ ઍક્ટિવિસ્ટ ચન્દ્રશેખર ગૌરે જણાવી હતી. જે 12 જાહેરક્ષેત્રની બૅન્કો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી, એમાંથી એસબીઆઇ સાથે સૌથી વધુ ૨૦૫૦ છેતરપિંડીના કેસમાં રૂ. 2325.88 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. 

મૂલ્યની દૃષ્ટિએ સૌથી વધુ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે ફકત 47 કેસમાં રૂ. 5124.87 કરોડની, ત્યાર બાદ કૅનેરા બૅન્ક સાથે 33 કેસમાં રૂ. 3885.26 કરોડની, બૅન્ક ઑફ બરોડા સાથે 60 કેસમાં રૂ. 2842.94 કરોડની, ઇન્ડિયન ઑવરસીઝ બૅન્ક સાથે 37 કેસમાં રૂ. 12.07.65 કરોડની અને બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સાથે 9 કેસમાં રૂ. 1140.37 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.

આના પ્રમાણમાં દેશની બીજા ક્રમની સૌથી મોટી જાહેરક્ષેત્રની બૅન્ક પંજાબ નેશનલ બૅન્ક સાથે 240 કેસમાં પ્રમાણમાં ઓછી એટલે કે રૂ. 270.65 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. અન્ય બૅન્કોમાં યુકો બૅન્ક સાથે 130 કેસમાં રૂ. 831.35 કરોડની, સેન્ટ્રલ ઑફ ઇન્ડિયા સાથે 149 કેસમાં રૂ. 655.84 કરોડની, પંજાબ અને સિંધ બૅન્ક સાથે ૧૮ કેસમાં રૂ. 163.3 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. 

યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે ૪૯ કેસમાં રૂ. 46.52 કરોડની સૌથી ઓછી છેતરપિંડી કરવામાં આવી હતી.

કઈ બેંકમાં કેટલી છેતરપિંડી ?

બેંક કેસ ઉચાપત(કરોડ)

કેનેરા બેંક 33,885.26

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા20502,325.88

બેંક ઓફ બરોડા 60,2,842.94

ઇન્ડિયન બેંક 45 1469.79

ઇન્ડિયન ઓવરસીઝ બેંક 37 1,207.65        

બેંક ઓફ મહારાષ્ટ્ર 91,140.37           

પંજાબ નેશનલ બેંક 240,270.65

યુકો બેંક 130 831.35

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 149 655.84        

પંજાબ એન્ડ સિંધ બેંક 18,153.6

યુનિયન બેંક 49 46.52