વડોદરા, તા.૧

કોરોના મહામારીના સમય સાથે વર્ષ ૨૦૨૧ની વિદાય અને વર્ષ ૨૦૨૨ના નવી આશાના કિરણો સાથે થઈ રહેલા આગમનના શુભઆરંભે રાત્રિના ૧૨ થી મોડી સાંજ સુધી શહેરની સયાજી હોસ્પિટલના ચૈનાની પ્રસૂતિ વોર્ડમાં ૧૬ નવજાત શિશુઓના જન્મ થયા હતા. આ નવજાત શિશુઓના જન્મદિવસ તેમના માતા-પિતા સાથે વર્ષ ૨૦૦ યાદગાર બની રહે તે માટે પ્રસૂતિ વિભાગમાં તબીબ અને નર્સ્િંાગ સ્ટાફ-કર્મચારીઓ દ્વારા જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ તમામ શિશુઓ અવની પર પા-પા પગલીનો પ્રારંભ કરશુે. આ ૧૬ નવજાત શિશુઓ પૈકી ૧૧ મહિલાઓની નોર્મલ અને પાંચ મહિલાઓનું સીઝર ઓપરેશન કરાયું હતું. તમામ નવજાત શિશુઓ અને માતાઓની તબિયત તંદુરસ્ત હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળે છે. તબીબો અને સ્ટાફના કર્મચારીઓમાં પણ સફળ ડિલિવરી કરાવ્યાનો આનંદ જાેવા મળ્યો હતો.

નવા વર્ષના આગમન સમયે જ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નવજાત શિશુઓને જન્મ આપનાર માતાઓ પોતાને ભાગ્યશાળી બન્યાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમારા બાળકનો જન્મ દિવસ યાદગાર બનાવીશું. કોરોનાની મહામારીની કપરી પરિસ્થિતિનો સામનો કરેલ વર્ષ ૨૦૨૧ને વિદાય અને નવી આશાઓ, અપેક્ષા અને નવા કિરણો સાથે આગમન થઈ રહેલા નવા વર્ષ ૨૦૨૨ને વધામણા કરવા સમગ્ર શહેરનું યૌવનધન અને નાના બાળકોથી લઈને મોટેરાંઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. એટલું જ નહીં, કેટલાક ઠેકાણે તો ડાન્સ-ડીનર પાર્ટીઓનું આયોજન કરાયું હતું. નવા વર્ષના આગમનની ઘડીને યાદગાર બનાવી હતી.

બીજી તરફ કેટલીક નસીબદાર અને ભાગ્યશાળી મહિલાઓએ પોતાના બાળકોને નવા વર્ષના પ્રારંભે જ જન્મ આપીને બાળકોના જન્મદિને યાદગાર બનાવ્યો હતો. ગત રાત્રિના નવા વર્ષ ૨૦૨૨ના પ્રારંભે નવા વર્ષની પહેલી તારીખે સયાજી હોસ્પિટલમાં ૧૬ મહિલાઓએ નવજાત શિશુઓને જન્મ આપ્યો છે. જેમાં ૧૧ મહિલાઓની નોર્મલ ડિલિવરી અને પાંચ મહિલાઓનું સીઝર ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ મહિલાઓની તબિયત તંદુરસ્ત અને નવજાત શિશુઓ પણ તંદુરસ્ત હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.