કાબુલ-

અફઘાનિસ્તાનમાં તાલિબાને હવે બધી રીતે પોતાની મનમાની કરવાનું શરૂ કરી દીધું છે. તાલિબાન રાજમાં મહિલાઓ માટે કોઈ જગ્યા જ નથી. અફઘાનિસ્તાન પર કબજા પછી તાલિબાને કરેલા તમામ વચન ખોટા સાબિત થયા છે. આ સપ્તાહની શરૂઆતમાં તાલિબાને એક ફરમાન જાહેર કર્યું હતું કે, માત્ર મહિલા શિક્ષકો જ વિદ્યાર્થિનીઓને ભણાવશે. જો આવું શક્ય નહીં થાય તો સારા ચરિત્રવાળા ઉંમરલાયક પ્રોફેસરોને તેમની જગ્યા પર લગાવવામાં આવી શકે છે. આ સપ્તાહની શરૂઆતમાં તાલિબાને એક ફરમાન જાહેર કર્યું હતું કે, માત્ર મહિલા શિક્ષકો જ વિદ્યાર્થિનીઓને ભણાવશે. જો આવું શક્ય નહીં થાય તો સારા ચરિત્રવાળા ઉંમરલાયક પ્રોફેસરોને તેમની જગ્યા પર લગાવવામાં આવી શકે છે. તાલિબાને ફરમાન જાહેર કરીને કહ્યું હતું કે, ખાનગી અફઘાન યુનિવર્સિટીમાં જનારી બાળકીઓ અને મહિલાઓએ અબાયા રોબ અને માસ્ક પહેરીને જવું પડશે. વર્ષ 2001થી પહેલા તાલિબાની શાસન દરમિયાન મહિલાઓએ ભણવાથી વંચિત રહેવું પડ્યું હતું. એટલું જ નહીં ઘરની બહાર નીકળવા માટે પુરુષ સંબંધીને સાથે લઈ જવાનું ફરજિયાત હતું. આ તમામની વચ્ચે તાલિબાને મંગળવારે મુલ્લા હસન અખુંદના નેતૃત્ત્વમાં નવી સરકાર બનાવી લીધી છે. અખુંદ એ જ વ્યક્તિ છે, જેણે વર્ષ 2001માં બામિયાન યુદ્ધની પ્રતિમાને નષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાને હવે બધી રીતે પોતાની મનમાની કરવાનું શરૂ કરી દીધું છે. તાલિબાન રાજમાં મહિલાઓ માટે કોઈ જગ્યા જ નથી. અફઘાનિસ્તાન પર કબજા પછી તાલિબાને કરેલા તમામ વચન ખોટા સાબિત થયા છે. કોલેજ અને યુનવિર્સિટી જતી મહિલાઓ માટે પરંપરાગત કપડાં અને બુરખો પહેરવાનું ફરમાન જાહેર કર્યા પછી તાલિબાને હવે મહિલાઓને રમવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.