સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમની મહોર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, માર્ચ 2026  |   2079

સશસ્ત્ર દળોમાં લિંગ સમાનતાને મજબૂત કરતા એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે મંગળવારે ઠેરવ્યું છે કે શોર્ટ સર્વિસ કમિશન (જીજીઝ્ર)ના મહિલા અધિકારીઓ પરમેનન્ટ કમિશન (ઁઝ્ર) મેળવવા માટે હકદાર છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાની અસાધારણ સત્તાનો ઉપયોગ કરીને આ ચુકાદો આપ્યો છે.

કોર્ટે અવલોકન કર્યું કે, અત્યાર સુધી મહિલા અધિકારીઓ પ્રત્યે પ્રણાલીગત પૂર્વગ્રહ રાખવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, મહિલા અધિકારીઓને ક્ષતિગ્રસ્ત અને ભેદભાવભર્યા મૂલ્યાંકન માળખાનો ભોગ બનવું પડ્યું હતું.

વર્ષે માત્ર ૨૫૦ મહિલા અધિકારીઓને જ પરમેનન્ટ કમિશન આપવાની મર્યાદા મનસ્વી છે અને તેને યોગ્ય માની શકાય નહીં. મહિલાઓના એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ્સ (છઝ્રઇજ) અત્યંત બેદરકારીથી તૈયાર કરવામાં આવ્યા હતા, કારણ કે એવું માની લેવામાં આવ્યું હતું કે તેઓ ક્યારેય ઁઝ્ર માટે પાત્ર બનશે જ નહીં.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, પુરુષ જીજીર્ઝ્રંજ એવી અપેક્ષા ન રાખી શકે કે પરમેનન્ટ કમિશન માત્ર પુરુષો માટે જ રહેશે. મહિલાઓને નકારવામાં આવેલો આ હક ભેદભાવનું પરિણામ હતું. જે મહિલા અધિકારીઓ પરમેનન્ટ કમિશન માટે હકદાર હતી, તેઓએ ૨૦ વર્ષની ક્વોલિફાઈંગ સેવા પૂર્ણ કરી હોવાનું માનવામાં આવશે. તેઓ પેન્શન અને તમામ આનુષંગિક લાભો માટે પાત્ર ગણાશે. જાેકે, આ આદેશ ત્નછય્ અને છઈઝ્ર કેડરના અધિકારીઓને લાગુ પડશે નહીં, એવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution