09, ઓગ્સ્ટ 2020
1584 |
દિલ્હી-
ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસને લઈ દુનિયાભરમાં 9 ઓગસ્ટ સવાર સુધીમાં 7,29,613થી વધુ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં 1,98,07,605 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે, આ આંકડો સતત બદલાતો રહે છે.
દુનિયાભરમાં કોરોના વાઈરસ મહામારીએ 9 લાખ લોકોનો જીવ લીધો છે. ગત્ત સપ્ટેમ્બર મહિનામાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયા બાદ કોરોના સંક્રમણથી 7.29 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને ક્ષેત્રોમાં 1,98,07,605થી વધુ લોકો મહામારીની ઝપેટમાં આવ્યાં છે. આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 1,27,23,241થી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂકયા છે. દુનિયાભરમાં 63,53,995થી વધુ એક્ટિવ કેસ છે.