/
યામી ગૌતમે શેર કરી મહેંદી સેરેમનીની તસવીરો

મુંબઇ

શુક્રવારે 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક'ના ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યાના ન્યૂઝ શેર કરીને યામી ગૌતમે માત્ર ફેન્સ જ નહીં પરંતુ ઈન્સ્ટ્રીના સેલેબ્સને પણ સરપ્રાઈઝ આપી હતી. આજે (શનિવાર) એક્ટ્રેસે પોતાની મહેંદી સેરેમનીની તસવીરો શેર કરી છે.

તસવીરોમાં, યામીને પીળા કલરના સલવાર-સૂટની સાથે મેચિંગ દુપટ્ટામાં જોઈ શકાય છે. તેણે સુંદર ઝુમકા પહેરીને પોતાનો લૂક પૂરો કર્યો છે. તમામ તસવીરોમાં તે મુક્ત મને સ્મિત કરતી જોવા મળી રહી છે. તેના હાથમાં સુંદર મહેંદી પણ લગાવી છે.


આ તસવીરમાં આદિત્ય ધર પણ જોવા મળી રહ્યો છે. જે પત્ની યામીની બાજુમાં બેઠો છે. બંને એકબીજા સામે જોઈ રહ્યા છે. તસવીરોની સાથે તેણે લખ્યું છે કે, 'અરે પ્રિયજન, કેમ ચિંતા કરે છે? જે તારા માટે મહત્વનું છે તે હંમેશા હંમેશા તને શોધી લે છે'.

તેણે મહેંદી સેરેમનીની વધુ એક તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે, જેમાં તે ખુરશી પર બેસીને હાથમાં મહેંદી લગાવતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં યામી અત્યંત સુંદર લાગી રહી છે. મહેંદી સેરેમનીની આ તસવીરોને નિમ્રત કૌર, મનિષ મલ્હોત્રા, કૃતિ કુલ્હારી તેમજ વાણી કપૂરે કોમેન્ટ કરીને સુંદર ગણાવી છે.


મહેંદી સેરેમની સિવાય યામી અને આદિત્યના લગ્નની અંદરની કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં એક્ટ્રેસ નીચે બેઠી છે અને પરિવારની કેટલીક મહિલાઓ રસમ કરતી જોવા મળી રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution