સિદ્ધાર્થ આનંદના બદલે નવા ડાયરેક્ટરને ‘પઠાણ ૨’ની જવાબદારી સોંપાશે
03, એપ્રીલ 2024 495   |  

યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સનો વ્યાપ સતત વધી રહ્યો છે. ‘પઠાણ’ની સફળતા પછી તેની સીક્વલ લાવવા માટે આદિત્ય ચોપરાએ તૈયારી શરૂ કરી છે. રો ના બહાદુર એજન્ટના રોલમાં શાહરૂખ અને તેને સાથ આપવા માટે દીપિકા પાદુકોણ નક્કી છે. તેઓ નવી ટીમ સાથે આતંકવાદના નવા ખતરાને નાબૂદ કરવા મોરચો માંડશે. ફિલ્મમાં લીડ સ્ટાર્સને યથાવત રખાયા છે, પરંતુ ડાયરેક્ટરને બદલવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ‘પઠાણ’ના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદને યથાવત રાખવાના બદલે અન્ય કોઈને આ જવાબદારી સોંપવામાં આવશે. ‘પઠાણ’ની સ્ટોરીમાં તાજગી રાખવા અને નવા દૃષ્ટિકોણ ઉમેરવા માટે નવી ટેલેન્ટની જરૂર હોવાનું આદિત્ય ચોપરા માને છે અને તેથી તેઓ ડાયરેક્શનની જવાબદારી અન્ય કોઈને સોંપવા માગે છે. ‘પઠાણ’ના દમ સાથે જાસૂસીનો રોમાંચ જળવાઈ રહે તે હેતુથી આ પરિવર્તન જરૂરી લાગ્યં છે. સિદ્ધાર્થ આનંદને ‘પઠાણ ૨’માંથી દૂર કરવા છતાં યશરાજ ફિલ્મ્સ સાથેના તેમના સંબંધો જળવાયેલા છે. ‘ટાઈગર વર્સીસ પઠાણ’નું ડાયરેક્શન સિદ્ધાર્થ આનંદ જ કરવાના છે. શાહરૂખ ખાન અને સલમાન ખાન આ ફિલ્મમાં લીડ રોલ કરવાના છે. ફિલ્મમાં બે મોટા સ્ટાર્સની ટક્કર જોવા મળશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution