બાલાસોર-

થોડા સમય પહેલા મઘ્ય પ્રદેશમાં પીળા રંગના દેડકા જોવા મળ્યા હતા ત્યારે આજે ઓડિશાના બાલાસોર જિલ્લામાં કાચબાની એક દુર્લભ પ્રજાતિ જોવા મળી છે, જેનો રંગ પીળો છે. આ એકાઉન્ટને ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યું છે, હજારો વખત લોકો તેને જોઇ ચૂક્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

પીળા કાચબાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, કાચબા પાણીના વાસણમાં તરતા હોય છે.આ વીડિયો સુશાંત નંદા આઈએફએસના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે આ દુર્લભ પીળા કાચબાને ઓડિશાના બાલાસોરથી બચાવી લેવામાં આવ્યો છે.