યોગા વજન ઘટાડવાની સાથે  સમસ્યાઓમાંથી પણ રાહત આપે છે 
24, જુન 2020 3465   |  

યોગ સ્વસ્થ હેલ્થ માટે જરૂરી માનવામાં આવે છે. યોગના અનેક ફાયદા છે. યોગ ડાયાબિટીસ, કબજિયાત જેવી તકલીફોમાં લડવામાં મદદ કરે છે. યોગ અને ધ્યાન મનની શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. લોકો વિચારે છે કે યોગ ફક્ત શરીરને લચીલું બનાવવા માટે છે તો એવું નથી. યોગના અનેક આસનો છે અને તેના અનેક ફાયદા પણ છે. યોગની મદદથી તમે સ્વસ્થ રહી શકો છો. યોગ તમને હેલ્ધી રહેવામાં મદદ કરી શકે છે.

મન શાંત રહેશે:

યોગથી માંસપેશીઓને સારો વ્યાયામ મળે છે. સંશોધનમાં સાબિત થયું છે કે યોગ શારિરીક અને માનસિક રૂપે વરદાન છે. તેનાથી ચિંતા દૂર થાય છે અને સારી ઊંઘ આવે છે. ભૂખ પણ સારી લાગે છે. પાચનશક્તિ પ્રબળ બનાવવામાં પણ યોગ મહત્વનું છે.

તન અને મનનો વ્યાયામ:

જો તમે જિમમાં જાઓ છો તો તે તમારા શરીરને તંદુરસ્ત રાખે છે. પણ યોગ શરીર અને મન બંનેને તંદુરસ્ત રાખે છે.

દૂર રહેશે રોગ:

નિયમિત યોગ કરવાના કારણે તમે રોગથી મુક્તિ મેળવી શકો છો. યોગથી રોગ સામે લડવાની શક્તિ મળે છે. યોગ શરીરને સ્વસ્થ અને નિરોગી બનાવે છે.

વજન રહેશે કંટ્રોલમાં: 

જો યોગ માંસપેશીઓને કાર્યરત રાખે છે તો શરીરને તંદુરસ્ત પણ બનાવે છે. અન્ય તરફ યોગથી શરીરની ફેટને પણ ઘટાડી શકાય છે. એટલે કે તે તમારા વજનને ઓછું કરવામાં મદદ કરે છે.

 બ્લડ શુગરને કરશે કંટ્રોલ:

જો તમે નિયમિત યોગા કરો છો તો તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. વધેલા ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. યોગ બેડ કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે. ડાયાબિટીસના રોગીએ રોજ જ યોગા કરવા લાભદાયી રહે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution