ન્યુ દિલ્હી-

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો યથાવત છે.એક તરફ રાહુલ ગાંધીએ ગુરુવારે વિદેશી ઈન્સ્ટીટ્યૂટની રિપોર્ટના હવાલો આપતા કહ્યું હતુ કે ભારત હવે લોકતાંત્રિક દેશ નથીં રહ્યો. ત્યારે આજે એટલે કે શુક્રવારે તેમણે બેરોજગારીના મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ટ્‌વીટ કરી લખ્યુ કે વિદ્યાર્થીઓને નોકરી જાેઈએ છે પરંતુ સરકાર આપી રહી છે પોલીસના ડંડા, વોટર ગનનો મારો, એન્ટી નેશનલનું ટેગ અને બેરોજગારી. આ સાથે રાહુલ ગાંધીએ સ્ટુડેન્ટ્‌સ વોન્ટ જાેબ્સ. એટલે કે વિદ્યાર્થીઓને નોકરી જાેઈએનું હૈશટેગ પણ લગાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલે ટિ્‌વટમાં લખ્યું હતું કે પાકિસ્તાનની રીતે ભારત પણ ઓટોક્રેટિક છે, અને ભારતની સ્થિતિ તો બાંગ્લાદેશ કરતા પણ ખરાબ છે, આમાં સ્વીડનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રસી રિપોર્ટનો સન્દર્ભ ટાંકવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે કેન્દ્રની મોદી સરકારની સામે વધુ એક વાર મોરચો ખોલીને પ્રહારો કર્યા છે, આ વખતે ટ્‌વીટરમાં એક વિદેશી ઇન્સ્ટિટ્યૂટની રિપોર્ટને ટાંકવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત હવે ઈલેક્ટોરલ ડેમોક્રસી નથી રહ્યું.