અમદાવાદ-

ગીતામંદિરમાં રહેતી પરિણિતાને દહેજભુખ્યા સાસરીયાઓ તું ગરીબ ઘરની છે અને દહેજમાં કંઈ લાવી નથી તેમ કહીને ત્રાસ આપતા હતા. એટલુ જ નહીં પતિ પણ તેમની વાતોમાં આવીને પરિણિતા સાથે ઝઘડો કરીને દહેજની માંગી કરી તું તારા મા-બાપના ઘરેથી રૂપિયા નહીં લાવે તો ઘરમાં નહીં રાખુ તેમ કહીને પરિણિતાને ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી તંગ આવેલી પરિણિતાએ પતિ સહીત સાસરીયાઓના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

શહેરના ગીતામંદિર વિસ્તાર રહેતી સ્વાતી (નામ બદલ્યું છે) લગ્ન 2008માં તેના જ સમાજના રોહિત સાથે સામાજીક રીત રીવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ સ્વાતી સંયુક્ત પરિવારમાં રહેતી હતી. જો કે, થોડા જ મહિના બાદ સસરીયા નાની નાની બાબતે મહેણાં ટોણાં મારતા હતા અને કહેતા હતા કે, તુ ગરીબ ઘરની છે અને દહેજમાં કંઇ લાવી નથી. આટલું કહી ત્રાસ આપતા હતા. પતિ પણ અવાર નવાર સ્વાતી ફટકારતો હતો. પરંતુ સ્વાતીને દીકરી હોવાથી ઘર સંસાર ન બગડે તે માટે બધુ સહન કરી રહેતી હતી. આમ છતા સાસરીયા તેને હેરાન કરતા તે પિયર જતી રહી હતી.

આ દરમિયાન 13 સપ્ટે.ના રોજ બપોરે સ્વાતી પિયર ગઇ હતી. ત્યારે તેણે પતિ સહિતના સાસરીયાને ઘરમાં રાખવા માટે આજીજી કરી હતી. ત્યારે સાસરીયાએ કહ્યું હતું કે, તું તારા બાપના ઘરેથી કંઇ રૂપિયા કે દહેજ લાવી નથી. આટલું કહ્યા બાદ ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે, મા-બાપના ઘરેથી કંઇ રૂપિયા કે દહેજ લાવે ત્યારે જ ઘરમાં રાખીશું. આટલું કહી સ્વાતીને કાઢી મુકી હતી. જેથી તે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.