૫૦ રૂપિયે લિટર કપાસિયા તેલ મળશે!
07, ઓગ્સ્ટ 2020 495   |  

આણંદ, તા.૬ 

કોરોના વાઇરસની વ્યાપક અસરના કારણે સમગ્ર રાજ્યમાં અમલી બનેલાં લોકડાઉન સંદર્ભમાં સરકાર દ્વારા એપ્રિલથી જૂન માસ દરમિયાન એનએફએસએ તથા નોન એનએફએસએ બીપીએલ કાર્ડધારકોને વિનામૂલ્યે ફૂડ બાસ્કેટ વિતરણની કામગીરી આણંદ જિલ્લાડમાં પૂર્ણ થઇ ગઇ છે.

અનલોક શરૂ થયાં બાદ સમગ્ર રાજ્યમાં સામાન્ય જનજીવન થાળે પડતાં રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસથી નિયત કરાયેલાં દર મુજબ નિયત વિતરણ પદ્ધતિ ચાલુ કરવામાં આવી આવી છે. પ્રતિ વર્ષની જેમ જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા એનએફએસએ રેશનકાર્ડ ધારકો માટે વિશેષ વિતરણ પદ્ધતિ જાહેર કરવામાં આવી છે. આ અનુસાર એનએફએસએના રેશનકાર્ડ ધારકોને આણંદ જિલ્લમાં નિયતદરથી વિતરણ કરવાનો પ્રારંભ તા.૧લી ઓગસ્ટથી કરી દેવામાં આવ્યો છે. જિલ્લામાં નિયત દરથી વિતરણનો પ્રારંભ કરવામાં આવતાં આ અંગેની વિગતો આપતાં જિલ્લા પૂરવઠા અધિકારી ગોપાલ બામણિયાએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના ૨,૫૨,૯૯૯ એનએફએસએ રેશનકાર્ડ ધારકો તથા ૧૨,૧૮૨ નોન એનએફએસએ બીપીએલ રેશનકાર્ડ ધારકો મળી કુલ ૨,૬૫,૧૮૧ રેશનકાર્ડ ધારકોને જિલ્લાની ૬૭૪ વાજબી ભાવની દુકાનો પરથી તહેવારો નિમિત્તેનું આવશ્યક ચીજ વસ્તુઓના જથ્થાનું નિયત દરથી વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ જન્માધષ્ટમીના તહેવારોને ધ્યાનમાં લઇને અંત્યોદય રેશનકાર્ડ ધારકોને કાર્ડ દીઠ એક કિલો પ્રમાણે પ્રતિ કિલો રૂ. ૧૫ના ભાવે, જ્યારે બીપીએલ રેશનકાર્ડ ધારકોને કાર્ડ દીઠ એક કિલો પ્રમાણે પ્રતિ કિલો રૂ.૨૨ના ભાવે વધારાની એક કિલો ખાંડના જથ્થાનું વિતરણ કરવામાં આવશે. આ ખાંડ એનએફએસએ રેશનકાર્ડ ધારકોને તેઓને દર માસે મળતાં નિયત જથ્થાથી વધારાનો જથ્થો આપવામાં આવશે. આ ઉપરાંત અંત્યોદય તથા બીપીએલ રેશનકાર્ડ ધારકોને તહેવારો નિમિત્તે કાર્ડ દીઠ એક લિટર કપાસિયા તેલ પ્રતિ લિટરના રૂ. ૫૦ના ભાવે વિતરણ કરવામાં આવશે. જિલ્લામાં ૨૯,૫૯૩ અંત્યોદય કાર્ડ ધારકો તથા ૧,૧૭,૩૫૪ બીપીએલ રેશનકાર્ડ ધારકો મળી કુલ ૧,૪૬,૯૪૭ રેશનકાર્ડ ધારકોને તહેવારો નિમિત્તે નિયત કરાયેલાં દરથી નિયત કરાયેલંં કપાસિયા તેલ તથા નિયત કરાયેલી વધારાની ખાંડના જથ્થાનું વિતરણ કરવામાં આવશે.

આ અંગેની જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલે ઓગસ્ટ માસના તહેવારો નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિતરણની તેમજ ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમના આણંદ જિલ્લાઓના ૮ ગોડાઉનો ખાતે ઉપલબ્ધ જથ્થાની પણ સમીક્ષા કરી હતી. કોરોનાની મહામારીને ધ્યાનનમાં રાખીને વાજબી ભાવની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગનું ચૂસ્તપણે પાલન કરી વિતરણ વ્યવસ્થા ગોઠવાય તે જાેવાં તમામ મામલતદારોને સૂચના આપી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution