તમે આ બે દિવસ નેટફ્લિક્સ પર મનપસંદ કન્ટેન્ટ મફતમાં જોઈ શકશો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, નવેમ્બર 2020  |   1584

મુંબઇ 

કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ ભારતમાં બે દિવસ સ્ટ્રીમ ફેસ્ટ હોસ્ટ કરશે, જે હેઠળ પાંચ તથા છ ડિસેમ્બરના રોજ ઑડિયન્સ આ પ્લેટફોર્મ પર પોતાનું મનપસંદ કન્ટેન્ટ (વેબ શો, મૂવી) મફતમાં જોઈ શકશે. ખાસ વાત એ છે કે આ સુવિધા તે દર્શકોને પણ મળશે, જેમણે નેટફ્લિક્સ સબસ્ક્રાઇબ કરાવ્યું નથી.

નેટફ્લિક્સ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ (કન્ટેન્ટ) મોનિકા શેરગિલે પોતાના બ્લોગમાં કહ્યું હતું, 'ભારતમાં કોઈ પણ બે દિવસ સુધી બ્લોકબસ્ટર મૂવી, મોટી સીરિઝ, અવોર્ડ વિનિંગ ડોક્યુમેન્ટ્રી તથા એન્ટરટેઇનિંગ રિયાલિટી શો જોઈ શકશે.' મોનિકાના મતે, પ્લેટફોર્મનું પ્રીમિયમ કન્ટેન્ટ પણ આ બે દિવસ સુધી મફતમાં મળશે.

મોનિકાએ પોતાના બ્લોગમાં કહ્યું હતું, 'નેટફ્લિક્સના માધ્યમથી અમે ભારતના એન્ટરટેઇનમેન્ટ લવર્સ માટે વિશ્વભરની વધુમાં વધુ વાર્તાઓ લાવવા માગીએ છીએ. આથી જ અમે આ સ્ટ્રીમ ફેસ્ટ હોસ્ટ કરી રહ્યાં છીએ. પાંચ ડિસેમ્બરની રાત્રે 12.01થી 6 ડિસેમ્બરની રાત્રે 11.59 સુધી નેટફ્લિક્સ બિલકુલ મફત છે.'

કંપનીના મતે, જે લોકો નેટફ્લિક્સના સબસ્ક્રાઇબર નથી, તેઓ પોતાના ઈમેલ આઈડી કે મોબાઈલ નંબરથી સાઈન અપ કરી શકશે. આ માટે કોઈ પણ પ્રકારના ડેબિટ કે ક્રેડિટ કાર્ડની માહિતી આપવાની જરૂર પડશે નહીં. જોકે, ફેસ્ટિવલ દરમિયાન સાઈન અપ કરનાર યુઝર્સને માત્ર SD (સ્ટાન્ડર્ડ ડેફિનેશન)માં કન્ટેન્ટ જોવા મળશે. આ ઉપરાંત નેટફ્લિક્સ ફ્રીમાં જોતા દર્શકોની સંખ્યા પણ સીમિત કરી શકે છે.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution