અહિંયા યુવાને મિત્રો સાથે જાહેરમાં હુકો પી ખંજરથી કેક કાપીઃ નિયમોની ઐસી-તૈસી
08, જુન 2021

સુરત-

છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાં કોરોનાના નિયમો તોડી અને તેમાં પણ પોલીસ કમિશનર જાહેરનામાનો સતત ભંગ કરી જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવાની અનેક ઘટના સામે આવી છે. કોરોનાની મહામારી વચ્ચે પણ કાયદાઓનો છડેચોક ઉલ્લંઘન કરીને જાહેરમાં જન્મ દિનની ઉજવણીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પહેલા બુટલેગર પછી પોલીસ કર્મચારી, રાજકીય આગેવાન અને હવે એક યુવાને જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરી છે.

સુરતના સૌયદપુરા ખાતે રહેતા યુવાને પોતાના મિત્ર સાથે જાહેરમાં અને તે પણ ખંજર વડે કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ યુવાન કેક કાપવા સાથે હુક્કાના પણ દમ મારતો જાેવા મળે છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દેખાઇ રહ્યું છે કે, જન્મદિનની ઉજવણી કરતા યુવાનો કોરોનાની ગાઈડલાઇન તો ઠીક પણ પોલીસ કમિશનર જાહેર નામની પણ એસી તેસી કરતા જાેવા મળ્યા હતા. આ યુવાનનો જન્મ દિવસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે સુરતની લાલ ગેટ પોલીસે આ યુવાન પર કાયદેસરની કાર્યવાહી કરી છે. જાેકે આ વીડીયો વાયરલ થતાની સાથે સમગ્ર વિસ્તાર ચકચાર મચી જવા પામી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution