અમદાવાદ

સુરેન્દ્રની ૧૮ વર્ષીય યુવતીએ એલીસબ્રિજ સરકારી મહિલા હોસ્ટેલમાં આઈ લવ યુ નિખિલ, પરિવારને સાચવજાે હું તમારી લાડકી હતી તેવી ચિઠ્ઠી લખીને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જાે કે આઈ લવ યુ નિખિલ તે લોહી થી લખ્યુ હતુ. આ અંગે એલીસબ્રિજ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર પાસે રહેતી ૧૮ વર્ષીય પલ્લવી પંડ્યા અમદાવાદ એલીસબ્રિજ એસએલયુ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને એલિસબ્રિજ સરકારી મહિલા હોસ્ટેલમાં જ રહેતી હતી. સોમવારે બપોરના સમયે હોસ્ટેલના મહિલા સિક્યુરીટી ગાર્ડે સી બ્લોકમાં પલ્લવીને ગળેફાંસો ખાધેલી હાલતમાં જાેઈ હતી. જેથી તેમણે હોસ્ટેલના લોકોને જાણ કર્યા બાદ એલિસબ્રિજ પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. જાે કે પલ્લવીએ દરવાજાે અંદરથી બંધ કર્યો હતો જેથી પોલીસે દરવાજાે તોડી અંદર તપાસ કરતા પલ્લવી ગળેફાંસો ખાધેલી હાલતમાં જાેવા મળી હતી. જેથી પોલીસે પલ્લવીના મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે મોકલી આપ્યો હતો. બાદમાં રૂમની તપાસ આદરી હતી. જેમાં પલ્લવીએ લોહીથી એક ચિઠ્ઠી લખી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, આય લવ યુ નીખીલ,પરિવારને સાચવજાે હું તમારી લાડકી હતી. આ  ચિઠ્ઠી મળી આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને મૃતક પલ્લવી પંડ્યાના પરિવારજનોને ઘટનાની જાણ કરી છે.