18, સપ્ટેમ્બર 2025
અમદાવાદ |
1683 |
અમદાવાદમાં કેટલાક સમયથી લૂખ્ખા તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે
ગોમતીપુરમાં રાયપુર મીલ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન પાસે રહેતો યુવકે ગઇકાલે રાતે જમીને ચાલવા જતો હતો ત્યારે આરોપી તેને જોઇને ગાળો બોલતો હતો યુવકે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇને યુવકને તલવારના ઘા માર્યા બાદ તેને છોડાવવા વચ્ચે પડેલા મિત્રને પણ તલવાર ના ઘા મારતાં બન્ને યુવકો લોહી લુહાણ થઇ ગયા હાલમાં ગંભીર હાલતમાં યુવક સારવાર હેઠળ છે. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇને તલવારના ઘા માર્યા
ગોમતીપુરમાં રહેતા અને છૂટક મજૂરી કરતા યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગોમતીપુરમાં ગુ.હા. બોર્ડના મકાનમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક ગઇકાલે રાતે ૧૦.૩૦ વાગે જમીને ચાલવા જતા હતા ત્યારે આરોપી તેને જોઇને ગાળો બોલતો હતો યુવકે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇને યુવકને તલવારના ઘા મારતા ખભાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. આ સમયે તેમનો મિત્ર તેમને છોડાવવા વચ્ચે પડેલા મિત્રને પણ તલવાર ના ઘા મારતાં બન્ને યુવકો લોહી લુહાણ થઇ ગયા હુમલો કરીને આરોપી નાસી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ ફરિયાદી યુવક હાલમાં સરસપુર શારદાબહેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.