મસ્જિદના ધાબ પર લઈ જઈ બાળક સાથે કુકર્મ આચરનાર યુવક ઝડપાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ફેબ્રુઆરી 2026  |   2277

અમદાવાદ, અમદાવાદના જમાલપુરમાં બાળક સાથે યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. મસ્જિદમાં નમાજ કરવા માટે આવેલા યુવકે બાળકને ધાબે લઈ જઈને બાળક સાથે કુકર્મ કર્યું હતું. બનાવ અંગે બાળકે તેના વાલીને જાણ કરી હતી. વાલીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી. જમાલપુરમાં આવેલી મસ્જિદમાં નૌમાન શેખ નામનો યુવક નમાજ માટે આવ્યો હતો. આ દરમિયાન કેટલાંક બાળકો પણ મસ્જિદમાં આવ્યાં હતાં. નૌમાને આ દરમિયાન એક આશરે ૮ વર્ષના બાળક સાથે વાતચીત કરી હતી, જે બાદ બાળકને લાલચ આપીને મસ્જિદના ધાબે લઈ ગયો હતો. બાળકને ધાબે લઈ જઈને નૌમાને તકનો લાભ લઈને બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. એ બાદ બાળકને રવાના કરી દેતાં તે નીચે આવ્યું હતું. એ બાદ નૌમાન પણ નીચે આવ્યો હતો.બાળકે આ અંગે તેના વાલીને જાણ કરી હતી. એ બાદ વાલીએ ગાયકવાડ હવેલી પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી નૌમાનની ધરપકડ કરી હતી. નૌમાન બાળકને લઈને જતો અને પરત આવતો સીસીટીવી ફૂટેજમાં દેખાયો હતો.

ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું

ગાયકવાડ હવેલી વિસ્તારમાં સગીર સાથે દુષ્કર્મ મામલામાં ગાયકવાડ પોલીસે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીને સાથે રાખીને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી નોમાનને લાવતા લોકોમાં આક્રોશ પણ જાેવા મળ્યો હતો. પોલીસ આરોપીને સાથે લઈ જઈ ઘટનાનું પંચનામું કર્યું હતું. સાથે પોલીસે મૌલાના પાસેથી ઘટના અંગે જાણકારી પણ મેળવી હતી. આરોપી વિરુદ્ધમાં અગાઉ મારામારીનો ગુનો દાખલ કરાયો હોવાનું તથ્ય સામે આવ્યું.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution