ભાવનગરમાં હેરાનગતિને કારણે યુવકે સળગી જઈને આપઘાત કર્યાે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, મે 2026  |   1980

ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં એક ચોંકાવનારી અને દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં સાસરિયાઓના કથિત ત્રાસથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. યુવકે જ્વલનશીલ પ્રવાહી છાંટી પોતાની જાતને આગ ચાંપી દીધી હતી, જેમાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. સારવાર દરમિયાન બે દિવસ બાદ હોસ્પિટલમાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું.  આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં યુવક તડફડાટ વચ્ચે આત્યંતિક પગલું ભરી રહ્યો હોવાનું નજરે પડે છે, જેને જાેઈ લોકોમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ છે.

મૃતકના ભાઈ રાજેન્દ્ર રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારના જણાવ્યા મુજબ, યુવકને તેની પત્ની અને સાસરિયાઓ દ્વારા લાંબા સમયથી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સતત હેરાનગતિને કારણે યુવકને આ આપઘાતનું પગલું ભરવા માટે મજબૂર થવું પડ્યું હોવાનું તેઓએ આક્ષેપ કર્યો છે. પરિવારે આરોપીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેઓએ જણાવ્યું કે, આરોપીઓને દાખલારૂપ સજા મળવી જાેઈએ જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલાની વિગતવાર તપાસ ચાલી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution