સીંગવડ,ગોધરા,તા.૧૬

ચકચારી બિલ્કીશબાનુ કેસના ૧૧ આરોપીઓને જેલમાથી મુક્ત કરવામાં આવ્યા છે.૧૮ વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતની વિવિધ જેલોમાં સજા કાપી મુક્ત થતા સિંગવડમાં આનંદનો મહોલ જાેવા મળી રહ્યો છેે. જ્યારે પરિવાજનોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.

૨૦૦૨ના સાબરમતી ટ્રેન કાંડ બાદ દાહોદ જિલ્લાના પાનીવેલા ગામે ઘટના બની હતી. જેમાં બીલ્કિસબાનુ કેસમાં આજીવન કેદની સજા ભોગવતા રણધિકપુર, સીંગવડ ગામના ૧૧-આરોપીઓને સુપ્રિમ કોર્ટના હુકમથી ગુજરાત સરકાર દ્વારા તા.૧૫મી ઓગસ્ટના રોજ ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. વર્ષો બાદ પરિવાર સાથે મિલન થતા પરિવારજનો ભાવ વિભૂર થયાં જ્યારે ન્યાયાલય તેમજ વહીવટી તંત્રનો આભાર માન્યો અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ કેસના આરોપી રાધેશ્યામ શાહ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જેલમુક્ત માટે અરજી કરવામાં આવતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસ મહારાષ્ટ્રની કોર્ટ દ્વારા સજા કરવામાં આવેલ હોય જેલ મુક્ત માટેની અરજી મહારાષ્ટ્ર સરકારમાં મોકલી આપવા જણાવેલ આ હુકમને રાધેશ્યામ શાહ દ્વારા સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવેલ. સુપ્રિમ કોર્ટ દ્વારા મે-૨૦૨૨માં ગુજરાત સરકારને હુકમ કરી ૨-માસમાં સજા સમયે અમલમાં હોય તે નિયમો હેઠળ ર્નિણય લેવામાટે હુકમ કરેલ જે અન્વયે જેલ સલાહકાર સમિતિના ચેરમેન, જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર, પંચમહાલ દ્વારા મીટીંગ બોલાવવામાં આવેલ અને મીટીંગમાં તમામ સભ્યોની સર્વસમંતિ થી કેદીઓએ ૧૪-વર્ષ ઉપરાંતની સજા પુરી કરેલ હોય અને જેલમાં તેઓની ચાલચલગત સારી હોવાથી જેલ મુક્ત કરવા માટે ભલામણ કરવામાં આવેલ હતી. જે હકિક્તોને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા ૧૧-આરોપીઓને મુક્ત કરવાનો ર્નિણય લેવામાં આવતા તા.૧૫/૦૮/૨૦૨૨ના રોજ ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવેલ છે. જેલ મુક્ત થયેલ રાધેશ્યામ શાહ સાથે વાતચીત કરતા તેઓને જણાવેલ કે આ કેસની તપાસ સુપ્રિમ કોર્ટ દ્વારા સી.બી.આઇને સોપવામાં આવ્યો અને ૨૦૦૪માં મને તથા અન્યઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ કેસ સુપ્રિમ કોર્ટ દ્વારા મુંબઇ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ. ૨૧/૦૧/૨૦૦૮ના રોજ ૧૧- વ્યક્તિઓને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. આ કેસ ગુજરાતનો બનાવ હોય અને આરોપીઓ ગુજરાતના હોય મુંબઇ હાઇકોર્ટ દ્વારા ગુજરાતની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ૨૦૦૪ થી ૨૦૨૨ સુધી ૧૮ વર્ષ થયેલા હોય અને જેલમાં મારી ચાલચલગત સારી હોવાથી જેલ સલાહકાર સમિતિ (એબી કમિટી) દ્વારા જેલ મુક્ત કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. મે જેલ પ્રશાસન દ્વારા સુધારાત્મક અને પુનઃસ્થાપન માટે ચલાવવામાં આવતા ડો. આંબેડકર, ઇગ્નુ તથા અન્નામલાઇ યુનીર્વસીટીઝના અલગ અલગ અભ્યાસક્રમોમાં તથા કાયક્રમોમાં ભાગ લીધેલ હતો અને ૧૮ ડિગ્રીઓ મેળવી છે. જેમાં માસ્ટર ઓફ આર્ટ્‌સ ઇન હિન્દી લીટરેચર, માસ્ટર ઓફ રૂરલ ડેપલોપ્મેન્ટ, માસ્ટર ઓફ સાઇન્સ વેલ્યુ એજીયુકેશન એન્ડ સ્પિચીયાલીટી જેવા પોસ્ટ ગ્રેજીએટ અભ્યક્રમ મુખ્ય છે. મારા પરીવાર સાથે મિલન થતા ખુબ ખુશી થાય છે. અગામી સમયમાં જેલમાં રહેલ કેદીઓના બાળકોને અભ્યાસમાં મદદ કરવા તથા તેઓ અભ્યાસથી વંચિત ન રહે તે અંગે કાર્ય કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેલમાંથી મુક્ત કરાયેલાઓમાં રાધેશ્યામ ભગવાનદાસ શાહ, રાજુભાઈ બાબુલાલ સોની,બીપીનભાઈ કનૈયાલાલ જાેશી, બકાભાઇ ખીમાભાઈ વહુનીયા, પ્રદીપભાઈ રમણલાલ મોડીયા, શૈલેષભાઈ ચીમનલાલ ભટ્ટ, મિતેશભાઈ ચીમનલાલ ભટ્ટ , કેસરભાઈ ખીમાભાઈ વહુનીયા, જશવંતભાઈ ચતુરભાઈ રાવલ , ગોવિંદભાઈ અખમભાઈ રાવલ ( વહુનીયા કેસરભાઈ ખીમાભાઈ અને બકાભાઇ ખીમાભાઈ વહુનીયા બંને ભાઈઓ, સૈલેશભાઈ ચીમનલાલ ભટ્ટ મિતેશભાઇ ચીમનલાલ ભટ્ટ બંને ભાઈઓ સગા , પ્રદીપભાઈ રમણલાલ મોઢિયા અને કેસ દરમિયાન નરેશભાઈ રમણલાલ મોડીયા જેનું મૃત્યુ થયું બંને સગા ભાઈઓ , જશવંતભાઈ ચતુરભાઈ રાવલ અને ગોવિંદભાઈ અખમભાઈ રાવલ બંને કાકા ભત્રીજા)નો સમાવેશ થાય છે.