લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, એપ્રીલ 2026 |
વડોદરા |
1980
વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની ચૂંટણીમાં ભાજપાની ટીકીટ માટે દાવેદારી કરનાર કેટલાક અગ્રણઈઓ અને કાર્યકરોને ટીકીટ નહી મળતા નારાજગી વ્યક્ત કરીને અપક્ષ કે અન્ય પક્ષ માંથી વિવિધ સ્થળે ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ભાજપા દ્વારા હવે કાર્યવાહી કરતા પક્ષના સત્તાવાર ઉમેદવારની સામે ચૂંટણી જંગમાં ઝંપલાવનારા ૧૧ને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જેમાં પાદરા નગર પાલિકા વોર્ડ -૩માં કોંગ્રેસ માંથી ઉમેદવારી કરનાર નગર ભાજપાના મંત્રી નરસિંહભાઈ પટેલ, વાધોડિયા નગર પાલિકા વોર્ડ-૫માં અપક્ષ ઉમેદવારી કરનાર સક્રિય કાર્યકર વિશાલ પરીખ, રવાલ તાલુકા પંચાયતમાં ઉમેદવારી કરનાર સક્રિય કાર્યકર જ્ઞાનશરણ પટેલ, વાધોડિયા જરોદ તાલુકા પંચાયતની બેઠક પર પત્નીને ચૂંટણી લડાવનાર જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચો આઈટી સેલના જયેશભાઈ રબારી, સાવલી નગરના યુવા મોરચાના ઉપ પ્રમુખ આકાશ પટેલ, સાવલીનગર પાલિકામાં વોર્ડ-૨માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા ભાજપા યુવા મોરચાના કારોબારી સભ્ય નિલેશભાઈ પરમાર, વડોદરા પોર જિલ્લા પંચાયની બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનારા નયનાબેન પરમાર, જિલ્લા પંચાયતની પોર બેઠક પર તેમની પત્નીને ચૂંટણી લડાવનારા રાજુભાઈ પરમાર, ડભોઈ નગરના વોર્ડ-૬માં અપક્ષ ઉમેદવારી કરનાર સમીરભાઈ પટેલ, વોર્ડ-૫માં ઉમેેદવારી નોંધાવનારા સલીમભાઈ ધાંચી, અને કરજણ વેમાર તાલુકા પંચાયતમાં ઉમેદવારી નોંધાવનાર રાકેશભાઈ પટેલને પક્ષમાંથી ૫ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આમ ભાજપા દ્વારા ટીકીટ નહી મળતા કોંગ્રેસ કે અન્ય પક્ષ અથવા અપક્ષ ઉમેદવારી નોંધાવનારા જિલ્લાના ૧૧ અગ્રણીઓ અને કાર્યકરો સામે કાર્યવાહી કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.