૨૦૦ ગેટ, ૩૬ પ્લેટફોર્મ અને ૩૦ લાખ મુસાફરોની ભીડ!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જુન 2026  |   2079

ભારતમાં મુસાફરી માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ હોય તો તે છે ટ્રેન. તેની પાછળનું કારણ છે સસ્તું ભાડું અને સુવિધાજનક મુસાફરી. એ જ કારણ છે કે તમે દેશનું કોઈપણ રેલવે સ્ટેશન જાેઈ લો. ત્યાં મુસાફરોની ભીડ હંમેશા રહેશે. પરંતુ તમને જણાવી દઈએ કે, માત્ર આપણા દેશમાં જ સ્ટેશન આટલા વ્યસ્ત રહે છે એવું નથી. દુનિયામાં એક રેલવે સ્ટેશન એવું છે જ્યાં આશરે ૩૦ લાખ લોકોની ભીડ જાેવા મળે છે. તમે વિચારતા હશો કે સૌથી વધુ જનસંખ્યાવાળા દેશમાં જ આ રેલવે સ્ટેશન હશે, પરંતુ એવું નથી. આપણે બધા જાણીએ છીએ કે, દુનિયામાં સૌથી વધુ વસ્તી ભારત અને ચીનમાં છે. એવામાં કોઈપણ જાહેર સ્થળ પર આ દેશમાં જ સૌથી વધુ ભીડ જાેવા મળે છે. જાે કે આજે અમે તમને દુનિયાના સૌથી વ્યસ્ત સ્ટેશન વિશે જણાવીશું અને રસપ્રદ વાત એ છે કે, આ સ્થળ ભારત કે ચીનમાં નહીં પરંતુ એક નાનકડા દેશમાં આવેલું છે.

આ સ્ટેશનમાં ૨૦૦ ગેટ અને ૩૬ પ્લેટફોર્મ છે, જ્યારે દરરોજ અહીંથી ૩૦ લાખ ૮૦ હજાર મુસાફરો પસાર થાય છે. આ સ્ટેશન ભારત કે ચીનમાં નહીં પરંતુ જાપાનમાં આવેલું છે. ટોક્યોમાં આવેલું શિંજુકુ સ્ટેશનને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર રીતે દુનિયાના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન તરીકે માન્યતા આપવામાં આવી છે. લગભગ ૧.૨૭ અબજ મુસાફરો ટ્રેન પકડવા માટે આ સ્ટેશનમાંથી પસાર થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે શિંજુકુ સ્ટેશનમાં ૩૬ પ્લેટફોર્મ છે? લગભગ ૩૮ લાખ લોકો દરરોજ તેના અલગ-અલગ ગેટમાંથી પસાર થાય છે. શિંજુકુ સ્ટેશન માત્ર સામાન્ય જંકશન નથી, પણ અંદરથી એક મિની શહેર જેવું છે. અહીં મુસાફરો ટ્રેનની રાહ જાેતા ખાવા-પીવા, ખરીદી કે ફરવા-ફરવા પણ જઈ શકે છે. આ સ્ટેશનમાં અનેક શોપિંગ સેન્ટર, ડિપાર્ટમેન્ટ સ્ટોર, અંડરગ્રાઉન્ડ માર્ગ અને નાના સેટેલાઇટ સ્ટેશનો છે, જે અહીં આવતા લોકોને સંપૂર્ણ અનુભવ આપે છે. પૂર્વ અને પશ્ચિમ એક્ઝિટ ડોર પર મુસાફરોને અલગ અલગ અનુભવ મળે છે. પૂર્વ તરફ મનોરંજન વિસ્તાર છે, જ્યારે પશ્ચિમ તરફ આધુનિક ઓફિસ વિસ્તાર છે. એટલું જ નહીં થોડું આગળ જશો તો તમને લીલાછમ શિંજુકુ ગ્યોએન ગાર્ડન મળશે, જે આ રેલવે સ્ટેશનની શાન ગણાય છે. અહીં મુસાફરો ટ્રેનની રાહ જાેતા ખાવા-પીવા, ખરીદી કે ફરવા-ફરવા પણ જઈ શકે છે. આ સ્ટેશનમાં અનેક શોપિંગ સેન્ટર, ડિપાર્ટમેન્ટ સ્ટોર, અંડરગ્રાઉન્ડ માર્ગ અને નાના સેટેલાઇટ સ્ટેશનો છે, જે અહીં આવતા લોકોને સંપૂર્ણ અનુભવ આપે છે. આસપાસના કેટલાક આકર્ષણોમાં ટોક્યો મેટ્રોપોલિટન ગવર્નમેન્ટ બિલ્ડિંગ ઓબ્ઝર્વેટરી પણ છે, જે શિંજુકુ સ્ટેશનના પશ્ચિમી એક્ઝિટથી માત્ર ૧૦ મિનિટના ચાલવાના અંતરે છે. આકાશ ચોખ્ખું હોય ત્યારે અહીંથી માઉન્ટ ફૂજીનું દૃશ્ય પણ જાેઈ શકાય છે. અહીંનું બીજું મહત્વપૂર્ણ આકર્ષણ કાબુકિચો છે, જે વિવિધ રેસ્ટોરન્ટ અને મનોરંજન સુવિધાઓથી ભરપૂર જીવંત ટુરિસ્ટ સેન્ટર છે. અહીં અનેક ઇઝાકાયા, બાર, ક્લબ, કરાઓકે અને મૂવી થિયેટર છે, જ્યાં લોકો મજા માણી શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution