૨૩ લાખ સ૫નાં એક ઝાટકે તૂટી ગયાં! : નીટની પરીક્ષા રદ, પેપરલીક બાદ સીબીઆઇને તપાસના આદેશ : કેન્દ્રીય તપાસ અને કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ્સ અને તપાસ અહેવાલોની સમીક્ષા કરવામાં આવી : તપાસનો રેલો અનેક રાજ્યો સુધી પહોંચશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, મે 2026  |   4356

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ નીટ યુજીસી ૨૦૨૬ પરીક્ષા રદ કરવાનો મોટો ર્નિણય લીધો છે. મંગળવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં એજન્સીએ જાહેરાત કરી હતી કે મૂળ ૩ મે, ૨૦૨૬ના રોજ લેવાયેલી  નીટ યુજીસી પરીક્ષા હવે ફરીથી લેવામાં આવશે. નવી પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

દ્ગ્છ એ જણાવ્યું હતું કે આ ર્નિણય ૧૦ મે, ૨૦૨૬ના રોજ જારી કરાયેલ પ્રેસ રિલીઝના અનુસંધાનમાં લેવામાં આવ્યો હતો. એજન્સીના જણાવ્યા અનુસાર, પરીક્ષા સંબંધિત બાબતોને સ્વતંત્ર તપાસ અને જરૂરી કાર્યવાહી માટે ૮ મેના રોજ કેન્દ્રીય એજન્સીઓને મોકલવામાં આવી હતી. ત્યારબાદ, કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી પ્રાપ્ત ઇનપુટ્સ અને તપાસ અહેવાલોની સમીક્ષા કરવામાં આવી હતી.

પેપરલીકની તપાસ હવે સીબીઆઇ કરશે. ઉમેદવારોએ આ માટે હવે ફરીથી રજિસ્ટ્રેશન કરવાનું જરૂર નથી. કોઇ વધારાની પરીક્ષા ફી નહી લેવામાં આવે. જૂનું રજિસ્ટ્રેશન અને સિલેક્ટ કરેલ પરીક્ષા કેન્દ્ર માન્ય ગણાશે. પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. ૨૩ લાખ પરીક્ષાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે.જણાવ્યું હતું કે આ ર્નિણય ૧૦ મે, ૨૦૨૬ના રોજ પ્રકાશિત પ્રેસ રિલીઝના અનુસંધાનમાં લેવામાં આવ્યો હતો. એજન્સીના જણાવ્યા અનુસાર, પરીક્ષા સંબંધિત બાબતોને ૮ મેના રોજ સ્વતંત્ર તપાસ અને જરૂરી કાર્યવાહી માટે કેન્દ્રીય એજન્સીઓને મોકલવામાં આવી હતી. ત્યારબાદ, કેન્દ્રીય તપાસ અને કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ્સ અને તપાસ અહેવાલોની સમીક્ષા કરવામાં આવી હતી. કથિત પેપર લીકની સીબીઆઇ તપાસનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

એજન્સીએ જણાવ્યું હતું કે પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા જાળવવા અને ન્યાયી અને વિશ્વસનીય પરીક્ષા પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. એનટીએ ના જણાવ્યા અનુસાર,  નીટ યુજીસી ૨૦૨૬ પરીક્ષા હવે ફરીથી લેવામાં આવશે. નવી પરીક્ષા તારીખ, પ્રવેશ કાર્ડ જારી કરવા માટેનું સમયપત્રક અને અન્ય આવશ્યક માહિતી ટૂંક સમયમાં એજન્સીની સત્તાવાર વેબસાઇટ અને અન્ય સત્તાવાર ચેનલો દ્વારા જાહેર કરવામાં આવશે. એનટી એ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાન્ય લોકોને ફક્ત સત્તાવાર સૂચનાઓ પર આધાર રાખવાની અપીલ કરી છે..

 પરીક્ષા કેન્દ્ર સસ્પેન્ડ થશે

એન્ટી-પેપર લીક કાયદા હેઠળ, જાે કોઈ ગડબડમાં પરીક્ષા કેન્દ્રની ભૂમિકા જાેવા મળે તો તે કેન્દ્રને ૪ વર્ષ સુધી સસ્પેન્ડ કરી શકાય છે. એટલે કે, તે કેન્દ્રને આગામી ૪ વર્ષ સુધી કોઈ પણ સરકારી પરીક્ષા યોજવાનો અધિકાર રહેશે નહીં. કોઈ સંસ્થાની સંપત્તિ જપ્ત કરવા અને હરાજી કરવાનો પણ પ્રાવધાન છે અને તેની પાસેથી પરીક્ષાનો ખર્ચ પણ વસૂલવામાં આવશે.

એનટીએ કહ્યું હતું, ગડબડ થઈ નથી

૧૦ મેના રોજ નીટ પેપર લીક વચ્ચે એનટીએએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિવાદ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું - એનટીએએ સોશિયલ મીડિયા પર એક વિસ્તૃત સ્પષ્ટતા જારી કરી, જેમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું કે પરીક્ષા ‘સંપૂર્ણ સુરક્ષા પ્રોટોકોલ હેઠળ’ આયોજિત કરવામાં આવી હતી અને આ મામલો હવે કાયદા અમલીકરણ દ્વારા તપાસ હેઠળ છે.

બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ : રૂપિયા ૬૦ લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો

 બિહાર,તા.૧૨

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ ગત ૩ મેના રોજ લેવાયેલી  નીટ  ૨૦૨૬ ની પરીક્ષા રદ કરવાની જાહેરાત આજે મંગળવારે કરી છે. રાજસ્થાનમાં પેપર લીકના કિસ્સાઓ સામે આવ્યા બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ હવે નવી તારીખ જાહેર કરવામાં આવશે. બીજી બાજુ બિહારમાં દ્ગઈઈ્ પરીક્ષામાં પૈસા લઈ ડમી ઉમેદવાર બેસાડવાનો કારસો ઉજાગર થયો છે. નીટ ૨૦૨૬ પેપર લીક ટાણે બિહારમાં એક સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ થયો છે, જે એક ઉમેદવાર પાસેથી સીટ અપાવવા માટે રૂપિયા ૫૦ થી ૬૦ લાખ વસૂલતી હતી. ૨ મેના રોજ નાલંદા પોલીસે પાવાપુરી વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન બે લક્ઝરી ગાડીઓમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય આરોપી અવધેશ કુમાર ફૈંસ્જી મેડિકલ કોલેજનો સ્મ્મ્જીનો વિદ્યાર્થી છે.

પેપર છપાય તે પહેલાં જ નકલ ગેંગ સુધી પહોંચી

વિદ્યાર્થીઓ સુધી પહોંચેલી કથિત ‘ક્વેશ્ચન બેંક’માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના ૩૦૦થી વધુ પ્રશ્નો છે. આ બધા હાથથી લખાયેલા છે અને તેમની હસ્તલેખન પણ એક જ છે. તેમાંથી ૧૫૦ પ્રશ્નો નીટના પેપરમાં યથાવત આવ્યા હતા. વિદ્યાર્થીઓ સુધી પહોંચેલી કથિત ‘ક્વેશ્ચન બેંક’માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના ૩૦૦થી વધુ પ્રશ્નો છે. આ બધા હાથથી લખાયેલા છે અને તેમની હસ્તલેખન પણ એક જ છે. તેમાંથી ૧૫૦ પ્રશ્નો નીટના પેપરમાં યથાવત આવ્યા હતા. તમામ શંકાસ્પદોની સોશિયલ મીડિયા ચેટ્સ તપાસવામાં આવી રહી છે. એસઓજી હાલ મામલાની તપાસ કરી રહી છે. એજન્સી માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે કડીઓ જાેડી રહી છે. તમામ શંકાસ્પદોની સોશિયલ મીડિયા ચેટ્સ અને કોલ લોગ્સ તપાસવામાં આવી રહ્યા છે. જાેકે, આ એક ગેસ પેપરની જેમ લોકો સુધી પહોંચ્યું છે અને જીએસઓજી હાલ તપાસ કરી રહી છે કે તેને પેપર લીક માનવામાં આવે કે નહીં.

તમામ પ્રશ્નો હાથથી લખાયેલા છે

વિદ્યાર્થીઓ સુધી જે ‘ક્વેશ્ચન બેંક’ પહોંચી છે, તેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના ૩૦૦થી વધુ પ્રશ્નો છે. આ બધા હાથથી લખાયેલા છે.તેમાંથી ૧૫૦ પ્રશ્નો નીટ યુજીસી ૨૦૨૬ના પેપરમાં યથાવત આવ્યા. નિષ્ણાતોના મતે, કોઈ ચોક્કસ ગેસ પેપરમાંથી પરીક્ષામાં કેટલાક પ્રશ્નો યથાવત આવવાની શક્યતા રહે છે.

પીજી સંચાલકે એનટીએને ફરિયાદ કરી

નીટ પરીક્ષા થયા પછી, સિકરના એક પીજી સંચાલકે એનટીએને ફરિયાદ કરી હતી કે એક કથિત ‘ક્વેશ્ચન બેંક’ વિદ્યાર્થીઓને મળી છે. આ વ્યક્તિ પણ એસઓજીના રડાર પર છે. તપાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે કે પીજી સંચાલકને પણ પરીક્ષા પહેલા વોટ્સએપ પર ‘ક્વેશ્ચન બેંક’ મળી હતી. જે તેણે પોતાના ત્યાં રહેતા વિદ્યાર્થીઓ અને કરિયર કાઉન્સિલર્સને મોકલી હતી.

સરકાર ૨૦૨૪માં એન્ટી-પેપર લીક કાયદો લાવી હતી

૨૧ જૂન ૨૦૨૪ ના રોજ દેશમાં એન્ટી-પેપર લીક કાયદો એટલે કે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, ૨૦૨૪ લાગુ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે મધ્યરાત્રિએ તેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ કાયદો ભરતી પરીક્ષાઓમાં નકલ અને અન્ય ગેરરીતિઓ રોકવા માટે લાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ, પેપર લીક કરવા અથવા આન્સર શીટ સાથે ચેડાં કરવા પર ઓછામાં ઓછી ૩ વર્ષની જેલની સજા થશે. તેને રૂા.૧૦ લાખ સુધીના દંડ સાથે ૫ વર્ષ સુધી લંબાવી શકાય છે. પરીક્ષા સંચાલન માટે નિયુક્ત સર્વિસ પ્રોવાઇડર જાે દોષિત ઠરે તો તેને ૫ થી ૧૦ વર્ષ સુધીની જેલની સજા અને ૧ કરોડ રૂપિયા સુધીનો દંડ થશે. સર્વિસ પ્રોવાઇડર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોય, તો તેની પાસેથી પરીક્ષાનો ખર્ચ વસૂલવામાં આવશે. આ કાયદામાં સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) કર્મચારી પસંદગી આયોગ (એસએસસી), રેલવે ભરતી બોર્ડ (આરઆરબી), બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા (આઇપીબીએસ) અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની પરીક્ષાઓનો સમાવેશ થશે. કેન્દ્રના તમામ મંત્રાલયો, વિભાગોની ભરતી પરીક્ષાઓ પણ આ કાયદાના દાયરામાં આવશે. આ અંતર્ગત તમામ ગુનાઓ સંજ્ઞેય અને બિન-જામીનપાત્ર હશે.

રાહુલ ગાંધીએ નીટ રદ મુદ્દે ભાજપ પર આરોપ લગાવ્યો

 રાહુલ ગાંધીએ નીટ પેપર રદ્દ થવા મુદ્દે ટવીટ કરી ભાજપ પર આરોપ લગાવતા કહ્યું લીકની ઘટનાઓથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓના સપના તૂટે છે અને તેમનું ભવિષ્ય પ્રભાવિત થાય છે. પાર્ટીએ આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓને વિદ્યાર્થીઓનું દર્દ દેખાતું નથી, કારણ કે તેમના બાળકો વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. સત્ય એ છે કે મોદી અને તેમની સરકારે પરીક્ષા વ્યવસ્થાને સંપૂર્ણપણે નબળી પાડી દીધી છે, જ્યાં યુવાનોના સપનાનું ગળું દબાવવામાં આવી રહ્યું છે .દેશનો પાયો નબળો પાડવામાં આવી રહ્યો છે.

૩ રાજ્યોમાં અનેક ધર૫કડ : ૪૫ લોકોના નેટવર્કનો પર્દાફાશ

  નીટયુજી ૨૦૨૬ પેપર લીક કેસમાં એક મોટી સફળતામાં, તપાસકર્તાઓએ દેશભરમાં અનેક ધરપકડો કરી છે - નાસિકથી દેહરાદૂનથી રાજગીર સુધી - મહારાષ્ટ્ર, કેરળ, હરિયાણા, બિહાર, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ફેલાયેલા ઓછામાં ઓછા ૪૫ લોકોના સુવ્યવસ્થિત બહુ-રાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં પેપર સોલ્વર્સ, નકલ કરનારા, કોચિંગ સેન્ટર કાઉન્સેલર અને  વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા નેટવર્કનો ખુલાસો થયો છે. રાજસ્થાન પોલીસ એસઓજીએ ૭ મેના રોજ દેહરાદૂનથી પાંચ લોકોની ધરપકડ કરી હતી, જેમાં કથિત માસ્ટરમાઇન્ડ, સીકર સ્થિત કારકિર્દી સલાહકાર રાકેશ કુમારનો પણ સમાવેશ થાય છે. બીજા દિવસે ચાર નીટ ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી હતી. નીટ યુજીસી૨૦૨૬ પેપર લીકના સંબંધમાં મહારાષ્ટ્રના નાશિકના એક મેડિકલ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. શુભમ ખૈરનાર તરીકે ઓળખાતા વિદ્યાર્થી, જે ભોપાલમાં મેડિકલ સાયન્સના સ્નાતકનો વિદ્યાર્થી છે, તેણે ૩ મેની પરીક્ષાના થોડા દિવસો પહેલા નાશિકમાં ‘અનુમાન’ પેપરની ભૌતિક નકલ મેળવી હતી અને હરિયાણાના એક વ્યક્તિને સોફ્ટ કોપી મોકલી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution