જૂનાગઢના શીલ પોલીસ સ્ટેશનના પકડાયેલા આરોપી પાસેથી બેંકની ૨૫ પાસબૂક જપ્ત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, એપ્રીલ 2026  |   2475

અમદાવાદના મેમનગરમાંથી જૂનાગઢનો શીલ પોલીસ સ્ટેશનના સાયબર છેતરપિંડીના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસતો ફરતો આરોપી કેવિન દેકીવાડીયાને ર્જીંય્ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપી કેવિન દેકીવાડીયા, જે મૂળ જૂનાગઢના ઝાંઝરડા રોડનો રહેવાસી છે, તે અમદાવાદના મેમનગર સ્થિત નિલમણી સોસાયટીના ઓક્સફોર્ડ ટાવરમાં મકાન ભાડે રાખીને રહેતો હતો. આ બાતમીના આધારે ર્જીંય્ની ટીમે દરોડો પાડીને તેની અટકાયત કરી હતી. આરોપી પાસેથી જુદીજુદી બેંકોની ૨૫ પાસબુકો, ૪૩ જેટલા એટીએમ કાર્ડ્સ, ૨૩ સીમકાર્ડ અને ૫ મોબાઈલ ફોન મળી આવ્યા છે.આટલી મોટી સંખ્યામાં પાસબુક અને એટીએમ કાર્ડ મળી આવતા પોલીસને આશંકા છે કે આ એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો ભાગ હોઈ શકે છે. હાલમાં આ તમામ મુદ્દામાલ બાબતે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગથી જાણવાજાેગ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આટલા બધા બેંક એકાઉન્ટ્સ અને સીમકાર્ડનો ઉપયોગ કોના નામે અને કઈ રીતે કરતો હતો. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution