વડોદરા કૉર્પોરેશનની ૭૪ બેઠકો માટે ૨૫૮ ઉમેદવારો મેદાનમાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, એપ્રીલ 2026  |   વડોદરા   |   1980

વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના દિવસે ભાજપ-કોંગ્રેસની તેમજ આપ અને અપક્ષસહિત કેટલાક ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચતા હવે ૧૯ વોર્ડની ૭૪ બેઠકો માટે ૨૫૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યાં છે જેમાં સૌથી ઓછા ૮ ઉમેદવારો વોર્ડ નં.૧૧માં અને સૌથી વધુ ૧૯ ઉમેદવારો વોર્ડ નં.૧૨માં ચૂંટણી મેદાનમાં છે. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના બે ઉમેદવારોએ તેમના ફોેર્મ પરત ખેચતા વોર્ડ નં-૧૧ની અને વોર્ડ નં-૨ની એકએક બેઠક બિનહરીફ થતા હવે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ૭૬ પૈકી ૭૪ બેઠકો પર ચૂંટણી યોજાશે.

વડોદરા કોર્પોરેશનના ૧૯ વોર્ડની ૭૬ બેઠકો માટે આગામી ૨૪મી એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ તબક્કામાં ૪૭૩ ઉમેદવારીપત્રો ભરાયા હતા. ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન ૨૦૬ ફોર્મ ચકાસણી દરમિયાન અમાન્ય ઠર્યા હતા. જ્યારે ગઈકાલે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લા દિવસે કોંગ્રેસના બે સહિત ૭ જેટલા ઉમેદવારોએ તેમના ફોર્મ પરત ખેચ્યા હતા.. ત્યારે ૧૯ વોર્ડની ૭૬ પૈકી બે વોર્ડની એકએક બેઠક બિનહરીફ જાહેર થતાં હવે ૭૪ બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ૨૫૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.

જેમાં સૌથી વધુ ૧૯ ઉમેદવારો વોર્ડ નં.૧૨ અને સૌથી ઓછા ૮ ઉમેદવારો વોર્ડ નં.૧૧માં છે. આમ દરેક વોર્ડમાં ઉમેદવારો કેટલા છે તેની સ્પષ્ટતા સાથે તમામ ઉમેદવારોને ઉમેદવારી ક્રમાંક તેમજ અપક્ષ ઉમેદવારોને ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવતાભાજપ-કોંગ્રેસ, અન્ય પક્ષો તેમજ અપક્ષો પ્રચાર ઝુંબેશ વધુ તેજ બનાવાઈ છે.ઉલ્લેખનીય છે કે, તા.૨૪મીએ સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે. જેથી પ્રચાર માટે હવે ૯ દિવસનો જ સમય રહ્યો છે. જાેકે, એકાદ-બે વોર્ડ ને બાદ કરતા મોટાભાગના વોર્ડમાં કોંગ્રેસમાં અને ભાજપના ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution