લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, મે 2026 |
1881
જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ગોંડોલા કેબલ કારમાં ટેકનિકલ ખરાબીના કારણે પર્યટકો કલાકો સુધી રોપ વેની અંદર હવામાં લટકી રહ્યા. રાહતની વાત એ છે કે તમામ પર્યટકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જાણકારી અનુસાર, એશિયાની સૌથી મોટી કેબલ કાર પ્રોજેક્ટમાં ટેકનિકલ ખરાબી સામે આવ્યા બાદ અધિકારીઓએ ગોંડોલાને અટકાવી અને લગભગ એક કલાક સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં તમામ પર્યટકોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા. ૩૦૦ની નજીક પર્યટકો ગુલમર્ગ ગોંડોલામાં ફસાયેલા હતા. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલાની ઓફિસ તરફથી એક્સ પર લખવામાં આવ્યું છે કે ટેકનિકલ ખરાબીના કારણે કેબલ કાર સર્વિસ થોડા સમય માટે રોકી દેવામાં આવ્યા બાદ સરકાર ગુલમર્ગ ગોંડોલામાં સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. તમામ કેબિન સહી સલામત છે અને જમીન પર ટ્રેન્ડ ટીમો સાથે ફસાયેલા ટૂરિસ્ટને સુરક્ષિત કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યા છે. સ્થિતિ હાલમાં કંટ્રોલમાં છે અને ગભરાવાની કોઈ વાત નથી.