લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, માર્ચ 2026 |
વડોદરા |
2871
વડોદરામાં માર્ચ મહિનાના અંતને ધ્યાનમાં રાખીને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એમજીવીસીએલ દ્વારા બાકી વીજ બિલ વસૂલવા માટે અભિયાન શરૂ કરાયું છે, જે ગ્રાહકોના વીજ બિલના નાણાં લાંબા સમયથી બાકી છે, તેમના પાસેથી વસૂલાત કરવા અને રકમ નહીં ભરે તો વીજ કનેક્શન કાપી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે મંગળવારે બીજા વાર ખાસ મેગા ડિસકનેક્શન ડ્રાઈગ યોજાઈ હતી.જેમાં ૧૦૫૬૦ વીજ ગ્રાહકો પાસેથી કુલ રૂા.૨.૦૩ કરાડની બીલની રકમની વસુલાત કરાઈ હતી
જયારે રૂા.૩.૬૭ લાખની રકમ બાકી હતી તેવા ૪૬૯ વીજ ગ્રાહકોના વીજ કનેકશન કાપી મીટર જપ્ત કરી લેવાયા હતા.આ ગ્રાહકો મુખ્યત્વે ફતેગંજ અને ઇન્દ્રુપુરી સબ ડિવિઝનના હોવાનું જાણવા મળે છે,વીજ કંપનીના સૂત્રો મુજબ શહેરમાં બાકી વીજ બિલ વસૂલાત માટે વીજ કંપનીએ ત્રણ ડિવિઝન હેઠળ આવતાં ૨૩ સબ ડિવિઝનમાં કુલ ૪૬૨ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. આશરે ૬૦૦ જેટલા કર્મચારીઓ આમધ્ય ગુજરાત વીજ કંપનીના સુપરિટેન્ડેન્ટ એન્જિનિયર પી.એન. થાણાવાલાએ જણાવ્યું હતું કે શહેરના વીજ ગ્રાહકોને યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ચેકિંગ સાથે બાકી રકમ વસૂલાતની કામગીરી પણ એકસાથે હાથ ધરાઈ હતી.એન્ડિંગ ચાલી રહ્યું હોવાથી વીજ કંપની દ્વારા બિલ વસૂલાત માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. તેમણે ગ્રાહકોને તાત્કાલિક બાકી વીજ બિલ ભરવા અપીલ કરી હતી. આઅભિયાન ૩૧મી સુધી ચાલુ રહેશે.