ગાંધીનગર, ચક્રવાતી વાવાઝોડા ‘તૌકતે એ છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતને ધમરોળ્યું છે. આ બે દિવસમાં ‘તૌકતે’ વાવાઝોડાથી ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ છે. સરકાર દ્વારા અગમચેતીના પગલાં લેવાયા હતા. તેમ છતાં ગુજરાતમાં આ ‘તૌકતે’ વાવાઝોડામાં થયેલા મોતનો આંકડો સૌથી વધુ ચોંકાવનારો છે. ગુજરાતમાં આ ચક્રવાતી વાવાઝોડા ‘તૌકતે’ના કારણે મૃત્યુઆંકમાં વધારો થયો છે. ગુજરાતમાં ‘તૌકતે’ વાવાઝોડાના કારણે મૃત્યુઆંક ૧૩ ઉપરથી વધીને સીધો ૪૫ ઉપર પહોંચી ગયો છે. આ તમામ મૃત્યુ મકાન કે દિવાલ ધસી પડવાથી, વૃક્ષ તૂટી પડવાથી કે પછી વીજ કરંટ લાગવાથી થયા હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.ચક્રવાતી વાવાઝોડા ‘તૌકતે’ના કારણે ગુજરાતભરમાં ભારે પવન અને વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડા દરમિયાન રાજયમાં પવનની ગતિ પણ ૫૦ કિમી થી લઈને ૧૫૦ કિમી પ્રતિ કલાકની જાેવા મળી હતી. આવા ભારે પવન સાથે આવેલા આ વાવાઝોડાના કારણે રાજયમાં અનેક સ્થળોએ મકાનો અને દિવાલો ધસી પડવાના અસંખ્ય બનાવો બન્યા છે. આ વાવાઝોડાના કારણે રાજયમાં ૪૫ વ્યક્તિના મોત નિપજ્યાં હોવાની વિગતો સામે આવી છે. જેમાં સૌથી વધુ મોત અમરેલી જિલ્લામાં ૧૫ તો ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ૮-૮ વ્યક્તિના મોત નિપજ્યાં છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં પાંચ વ્યક્તિના મોત નિપજ્યાં છે.

રાજ્યના વિવિધ જિલ્લામાં ‘તૌકતે’ જિલ્લામાંથી થયેલા મોત અંગે જાેઈએ તો, સૌ વધુ અમરેલી જિલ્લામાં ૧૫ મોત નિપજ્યાં છે. જેમાં દિવાલ પડવાથી ૧૩ અને મકાન ધસી પડવાથી બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે ભાવનગર જિલ્લામાં આઠ મોત થયા છે તેમાં વૃક્ષ પડવાથી બે, મકાન ધસી પડતાં બે, દિવાલ પડવાથી ત્રણ અને છત પડવાથી એક મળીને કુલ ૮ વ્યક્તિના મોત નીપજયા છે. તો ગીર સોમનાથ જિલ્લામાં પણ આઠ વ્યક્તિના મોત નિપજ્યાં છે, જેમાં વૃક્ષ પડવાથી બે, મકાન ધસી પડવાથી એક, દિવાલ પડવાથી ચાર અને છત તૂટી પડતાં એક મળીને કુલ આઠ મોત નિપજ્યાં છે.જ્યારે અમદાવાદ જિલ્લામાં કુલ પાંચ વ્યક્તિના મોત નિપજ્યાં છે, જેમાં દિવાલ પડવાથી બે, છત તૂટી પડવાથી એક અને વીજ કરંટ લાગવાથી બે મળીને કુલ પાંચ વ્યક્તિના મોત થયા છે. તો ખેડા જિલ્લામાં પણ બે મોત થયા છે, જે બંને વીજ કરંટ લાગવાથી થયા છે. આણંદ જિલ્લામાં પણ એક મોત થયું છે તે પણ વીજ કરંટ લાગવાથી થયું છે. આ ઉપરાંત વડોદરામાં કૉલમવાળો ટાવર તૂટી પડતાં એકનું મોત થયું છે, તો સુરતમાં વૃક્ષ પડવાથી એકનું, વલસાડમાં દિવાલ પડવાથી એકનું, રાજકોટમાં દિવાલ પડવાથી એકનું, નવસારીમાં છત તૂટી પડતાં એકનું, તો પંચમહાલ જિલ્લામાં વૃક્ષ પડવાથી એકનું મોત થયું છે.

મુખ્યમંત્રીએ વાવાઝોડાના મૃતકોના પરિજનોને ૪ લાખની સહાય જાહેર કરી

ગાંધીનગર, વિજય રૂપાણીએ ગુજરાત પર આવેલા ‘તૌકતે’ વાવાઝોડાથી થયેલા નુકસાનમાં કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક રાહત સહાય માટે રૂ. ૧૦૦૦ કરોડની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતને આવકારીને વડાપ્રધાન અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત પર આવેલી આ આફત સહિત જ્યારે જયારે ગુજરાતને જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદાર સહાય આપીને ગુજરાતની વિપદાઓમાં પડખે ઊભા રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાવાઝોડાની આફતમાં પણ પ્રધાનમંત્રીએ ગુજરાતને કરેલી આ સહાય વધુ રાહત રૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે . રૂપાણીએ એમ પણ જાહેર કર્યું છે કે આ વાવાઝોડા ને કારણે જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે, તેવા મૃતકોના વારસદારોને ગુજરાત સરકાર તરફથી ચાર ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સહાય ભારત સરકારે જાહેર કરેલી રૂપિયા બે લાખની સહાય ઉપરાંત અપાશે. આમ રાજ્યમાં વાવાઝોડાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના વારસદારોને કુલ રૂપિયા છ લાખની સહાય મળશે. મુખ્યમંત્રીએ એવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે, આ ‘તૌકતે’ વાવાઝોડામાં ઇજા પામેલા લોકોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૦ હજારની સહાય અપાશે. આ સહાય પણ વડાપ્રધાનએ જાહેર કરેલી સહાય ઉપરાંત રાજ્ય સરકાર આપશે, એટલે કે આ વાવાઝોડાથી જેમને ઇજા થઇ છે તેવા ઇજાગ્રસ્તોને કુલ રૂ. ૧ લાખની સહાય અપાશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં ‘તૌકતે’ વાવાઝોડાથી ઊભી થયેલી પરિસ્થિતિની ચર્ચા વિચારણા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસન અને પૂર્વવત્‌ સ્થિતિ પ્રસ્થાપિત કરવા માર્ગ મકાન, ઊર્જા સહિતના વિભાગોના સચિવોને તાકીદ કરાઈ હતી.આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર,મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ અને વરિષ્ઠ સચિવો પણ જાેડાયા હતા.

તૌકતેના વિનાશ બાદ ૫ાલિકાની કામગીરી શરૂ

તૌકતે વાવઝોડાએ રાજ્ય સહિત અમદાવાદમાં પણ વિનાશ સર્જ્‌યો હતો ભારે પવન અને વરસાદને લઈને અનેક ઝાડ પડી ગયા હતા કાચી ઇમારતો પડી ગઈ હતી છાપરા ઉડી ગયા હતા અને હોર્ડિંગ પણ તૂટીને નીચે પડયા હતા ત્યારે ગાઈકલે ૫ ઇંચથી વધું વરસાદ અમદાવાદમાં પડતા અનેક રોડ રસ્તા ધોવાઈ ગયા હતા વાવઝોડામ થયેલા નુકશાન બાદ હવે કોર્પોરેશન ઘ્વારા ઝાડ કાપીને રસ્તા ખુલ્લા કરવામાં આવી રહયા છે ૧૮૮૬ થી વધુ નાના મોટા ઝાડ પડી જવાની ફરિયાદ આવી હતી જેને લઈને અત્યારે કોર્પોરેશન ઘ્વારા ઝાડ કાપી અને રસ્તા ખુલ્લા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ જ્યા નજર કરો ત્યાં પાણી જ હતું સ્નેક જગ્યાઓ પર પણી ભરાવાની સમસ્યા સામે આવી હતી વરસાદના કારણે ૩ અન્ડરપાસ બંધ કારવામાં આવ્યા હતા પરતું મશીનો ઘ્વારા અંડર પાસમા થી પાણી કાઢી અને પૂર્વવત કરી દેવમાં આવ્યા હતા અંદાવડમાં ગઈકાલે ૬૪૮ જેટલા હોર્ડિંગ્સ અને બેનરો પણ વાવાઝોડામાં પડી ગયા હતા વિજપોલ અને હાઈટેનશન વાયરો પણ કેટલીક જગ્યા એ પડી જતા કેટલાક વિસ્તારોમાં વીજળીગુલ થઈ હતી જેને લઈને અત્યારે યુ.જી વી સી એલ ઘ્વારા કામગીરી કરી અને વીજળી પૂર્વવત કરી દેવમાં આવી છે ૭૧ જેટલા કાચા પાકા મકાનો અને દીવાલો ધરાશાયી થઈ છે અમદાવાદમાં વાવાઝોડા અને વરસાદને કારણે વેકશીનેસન પણ બંધ છે ત્યારે અમદાવાદમાં શરૂ કરાયેલા દ્રાઈવ થ્રુ વેકશીનેસ અને દ્રાઈવ થ્રુ રસીકરણ ના ડોમ ઉડી ગયા હતા જી.એમ ડી સી ખાતે શરૂ થયેલા દ્રાઈવ થ્રુ ટેસ્ટિંગના ડોમ ઉડીને નીચે પડયા હતા અને મેદાનમાં પાણી ભરાયું હતું જેને લઈને આજે એક જ જગ્યાએ પાર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ કોર્પોરેશન ઘ્વારા શરૂ કરવામાં આવનારી કોર્પોરેશનની પ્રિ મોન્સૂન કામગીરી પહેલા જ વરસાદ અને વાવાઝોડું આવી પહોંચતા કોર્પોરેશનની પ્રિ મોન્સૂન કામગીરી પર અનેક સવાલો છે જે કામ અમુક મર્યાદામાં પુરા થવાના હતા તે પણ હજી સુધી થયા નથી જાે સમયસર સત્તધીશો નહીં સમજે તો ચોમાસામાં લોકોને હાલાકી નો સામનો કારવો પડશે

તૌકતે વાવઝોડાને લઈને સિવિલમાં ૧૪ ઇમરજન્સી કેસ , એક યુવકનું મૃત્યુ

અમદાવાદમા તૌકતે વાવાઝોડાએ ઘણું નુકશાન સર્જ્‌યું છે ત્યારે અમદાવાદ સિવિલમાં પણ નુકશાનથી ઇજા પામેલા લોકોની સારવાર ઇમરજન્સી વૉર્ડમા કરવામાં આવી રહી છે સિવિલમાં અત્યાર સુધી ૧૪ જેટલા લોકોને નાની મોટી ઇજાના કારણે દાખલ કરવામાં આવ્યા છે જાેકે આ ૧૪ દર્દીઓને સૌથી વધુ માથાના ભાગે વાગ્યું છે જેમાં થી એક યુવકને હોસ્પિટલ લાવતા જ મૃત્યુ થયું હતું અને હોસ્પિટલએ મૃત જાહેર કર્યો હતો જાેકે આ ૧૪ દર્દીઓમાં સૌથી વધુ દર્દીઓ અમદાવાદના છે અને તમામ ની સારવાર અત્યારે સિવિલ હોસ્પિટલ મા ચાલી રહી છે ગઈકાલે તૌકતે એ સર્જેલા વિનાશ બાદ હવે પરિસ્થિતિ થાળે પડી રહી છે જાેકે આ સમયમાં ૧૦૮ ઇમરજન્સી સેવા ને પણ ઘણા કોલ મળ્યા હતા આમ તો કોરોનાની દહેશત ઓછી થતા અને પરિસ્થિતિ સામાન્ય થતા હવે ઇમરજન્સી સેવા નો લાભ બીજા દર્દીઓને મળી રહયો છે એવા મા તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ૧૦૮ ઇમરજન્સી સેવા પણ સ્ટેન્ડ ટુ હતી જેમાં ૧૧૪ જેટલા કોલ પડી જવાથી કે વાગ્યાના આવ્યા છે ૪૦ કોલ નાની મોટી ઇજા અને ૧૦ કોલ બિલ્ડીંગ ધરાશાઈ થવાના આવ્યા હતા જાેકે તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં લઈને ૧૦૮ દઘ્વારા ૨૪૭ જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી જેમાં ૯૧ જેટલી આઈ સી યુ અને વેન્ટિલેટર સાથે રાખવામાં આવી હતી જાેકે સદનસીબે તૌકતે વાવઝોડા થી વધારે જાનહાની થઈ નથી

તાઉ-તે વાવાઝોડા સંદર્ભે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લેતા મહેસૂલ મંત્રી

રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે તાઉ-તે વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી.ઓપરેશન સેન્ટરમાં કાર્યરત અધિકારી-કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. તેઓએ જણાવ્યું હતું કે “તાઉતે” વાવાઝોડાથી રાજ્યના ઘણા વિસ્તારોમાં નુકસાન થયું છે. જેના સર્વેની કામગીરી સત્વરે હાથ ધરવા સંબંધિત જિલ્લા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય થવા લાગી છે ત્યારે રાહત કામગીરી ઝડપથી શરૂ કરાશે. આ બેઠકમાં કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી રાજકુમાર બેનીવાલ, અધિક કલેકટર રાકેશ વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.