ચીનમાં કોલસાની ખાણમાં ગૅસ વિસ્ફોટથી ૯૦ મજૂરોનાં મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, મે 2026  |   2376

ચીનના શાંક્સી પ્રાંતમાં એક કોલસાની ખાણમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૯૦ લોકોના મોત થયા. વિસ્ફોટ શુક્રવારે શાંક્સી પ્રાંતના કિનયુઆન કાઉન્ટીમાં થયો હતો.

દુર્ઘટના પહેલા ખાણમાં કાર્બન મોનોક્સાઇડ ગેસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેના થોડા સમય પછી જાેરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટ થયો, તે સમયે ખાણની અંદર ૨૪૭ મજૂરો કામ કરી રહ્યા હતા. હજુ એ સ્પષ્ટ નથી કે કેટલા લોકો હજુ પણ અંદર ફસાયેલા છે. રાહત અને બચાવ અભિયાન ચાલુ છે.દુર્ઘટનાના તરત જ પછી શિન્હુઆએ પ્રારંભિક રિપોર્ટમાં માત્ર આઠ લોકોના મોતની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે ૨૦૦થી વધુ મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. પરંતુ બાદમાં અચાનક મૃતકોની સંખ્યા વધીને ૮૨ જણાવવામાં આવી.

 સરકારી મીડિયાએ એ સ્પષ્ટ કર્યું નથી કે આંકડો આટલી ઝડપથી કેવી રીતે વધ્યો.ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુમ થયેલા લોકોને બચાવવા માટે પૂરી તાકાતથી ઓપરેશન ચલાવવાના આદેશ આપ્યા છે. તેમણે દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરાવવા અને જવાબદાર લોકો વિરુદ્ધ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની વાત કહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution