લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, જુલાઈ 2026 |
1881
અમેરિકાની આઝાદીના ૨૫૦ વર્ષ પૂરા થવાના અવસરે ૪૦૮ કિલોની એક ટાઈમ કેપ્સ્યુલ જમીનમાં દફનાવવામાં આવશે. તેને ફિલાડેલ્ફિયાના ઇન્ડિપેન્ડન્સ નેશનલ હિસ્ટોરિકલ પાર્કમાં દફનાવવામાં આવશે અને ૨૫૦ વર્ષ પછી એટલે કે ૨૨૭૬માં ખોલવામાં આવશે. આની જાણકારી નેશનલ પાર્ક સર્વિસના સત્તાવાર રેકોર્ડમાં પણ નોંધવામાં આવી છે, જેથી ૨૫૦ વર્ષ પછી આવનારી પેઢીઓ તેને શોધી શકે અને તેના વિશે જાણી શકે. આ કેપ્સ્યુલમાં ૫૦ રાજ્યો અને સામાન્ય લોકો દ્વારા પસંદ કરાયેલી યાદગાર વસ્તુઓ રાખવામાં આવી છે, જેમાં વ્હેલનું હાડકું, દુનિયાના સૌથી મોટા જિપ્સમ રણની રેતી, રાઈટ બંધુઓના વિમાનનું કાપડ, અને ઘણા ઐતિહાસિક દસ્તાવેજાે સામેલ છે. ટાઈમ કેપ્સ્યુલ એક બંધ પેટી અથવા કન્ટેનર હોય છે, જેમાં કોઈ ચોક્કસ સમયગાળાની વસ્તુઓ સુરક્ષિત રાખવામાં આવે છે, જેથી ભવિષ્યની પેઢીઓ તે સમયના સમાજ, ટેકનોલોજી, સંસ્કૃતિ અને જીવનને સમજી શકે.
ભારતમાં ઇન્દિરા ગાંધીએ ૧૫ ઓગસ્ટ ૧૯૭૩ના રોજ લાલ કિલ્લામાં ૩૨ ફૂટ નીચે ટાઈમ કેપ્સ્યુલ દફનાવ્યું હતું. દાવો કરવામાં આવે છે કે આ ટાઈમ કેપ્સ્યુલમાં આઝાદી પછીના ૨૫ વર્ષનો ઘટનાક્રમ પુરાવા સાથે સુરક્ષિત રાખેલો હતો. ફિલાડેલ્ફિયાને અમેરિકાની આઝાદીનું જન્મસ્થાન માનવામાં આવે છે. ૪ જુલાઈ ૧૭૭૬ના રોજ અહીં સ્વતંત્રતા ઘોષણા પત્ર (ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ) ને મંજૂરી આપવામાં આવી હતી. આ જ કારણોસર ટાઈમ કેપ્સ્યુલને દફનાવવા માટે આ શહેરની પસંદગી કરવામાં આવી હતી.ફિલાડેલ્ફિયાને અમેરિકાની આઝાદીનું જન્મસ્થાન માનવામાં આવે છે. ૪ જુલાઈ ૧૭૭૬ના રોજ અહીં સ્વતંત્રતા ઘોષણા પત્ર (ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ) ને મંજૂરી આપવામાં આવી હતી.