04, ડિસેમ્બર 2022
297 |
વડોદરા શહેર વાડી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને સતત ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડી રહેલા મનીષા વકીલના સમર્થનમાં ચૂંટણી પ્રચારના આખરી દિને બાઈકરેલી યોજાઈ હતી. આ રેલીમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ, કાઉન્સિલરો, અગ્રણીઓ મોટી સંખ્યામાં જાેડાયા હતા. શહેર વાડી વિધાનસભા બેઠકના ઉમેદવાર મનીષા વકીલના સમર્થનમાં નીકળેલી વિશાળ રેલીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિવિધ વિસ્તારમાં રેલી ફર્યા બાદ બપોરે રેલીનું સમાપન થયું હતું.