ભાવનગર-

રાજુલા માર્કેટીંગ યાર્ડમાં ૭૭૮ ગુણી ઘંઉ અને ર૦૦ ગુણીઓ ચોખાનો જથ્થો રાજુલાના નાયબ કલેકટર ડાભીની સુચનાથી મામલતદાર દ્વારા હાલમાં સીઝ કરવામાં આવેલ છે. આ જથ્થો ૩ ટ્રકો ભરીને હાલ સરકારી ગોડાઉનમાં રાખવામાં આવેલ છે. આ જથ્થો સરકારની રેશનીંગની વ્યાજબી ભાવોની દુકાનોનો હોવાની શંકાના આધારે સીઝ કરવામાં આવેલ છે.

આવડો મોટો જથ્થો ગરીબોના અને ખેડુતોના નામે રાજુલા માર્કેટીંગ યાર્ડમાં કોે ધુસાડયો? અને હરાજીમાં કોણે મુકયો? આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ટેકાના ભાવે મગફળીની ખરીદી રાજુલા માર્કેટીંગ યાર્ડમાં શરુ હોય, કેટલીક મગફળી રીજેકટ થયેલ હોય આ અંગેની તપાસ માટે નાયબ કલેકટર ડાભી આવેલ હોય ત્યારે તેઓને મળેલ બાતમીના આધારે તેઓએ ઘંઉ, ચોખાની તપાસ કરતા આ વિસ્તારમાં ચોખાનો પાક થતો નહી હોવા છતાં ચોખાની હરાજી થતી જોઇએ મળેલ બાતમી સાચી હોય તેમ તેણે ઊંડી તપાસ કરતા ઘંઉ ગુણી ૭૭૮ અને ચોખા ગુણી ૨૦૦ નો મસમોટો જથ્થો જોવા મળેલ હોય અને આ ઘંઉ ચોખા લોકડાઉન સમયે સરકારે આપેલ મફત અનાજ પગ કરી ગયા હોય તેવું જણાતા તેઓએ મામલતદાર ગઢીયાને આ અંગેની તપાસ કરવા જણાવેલ અને તાત્કાલીક સ્થળ પર આવીને આ જથ્થો સીઝ કરવા જણાવેલ હતું તે મુજબ આ જથ્થો સીઝ કરવામાં આવેલ છે.