લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, માર્ચ 2026 |
3069
બેંગલુરુ: આઇપીએલના પહેલા ચેરમેન લલિત મોદી અને લખનૌ સુપરજાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા વચ્ચે સોશિયલ મીડિયા પર ઉગ્ર વાક્યુદ્ધ છેડાયું છે. આરસીબી અને રાજસ્થાન રોયલ્સનું તાજેતરનું વેચાણ ઇતિહાસ રચી ગયું. આરઆર ફ્રેન્ચાઇઝ રૂ.૧૫,૦૦૦+ કરોડમાં અને આરસીબી ફ્રેન્ચાઇઝ રૂ.૧૬,૦૦૦+ કરોડમાં વેચાઈ. આરસીબીનું મૂલ્યાંકન રૂ.૪૫૦ કરોડથી વધીને રૂ.૧૬,૦૦૦+ કરોડ થયું, જેનાથી આઇપીએલનું બિઝનેસ મોડેલ ફરી ચર્ચામાં આવ્યું. આ બે સોદાઓ પછી, લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કાએ સફળતાનો શ્રેય જય શાહને આપ્યો. એક શાસન પ્રણાલી સ્થાપિત કરાઇ હતી જેણે મુખ્ય બ્રાન્ડ્સને પ્રીમિયમ સ્તરે રોકાણ કરવાનો વિશ્વાસ આપ્યો હતો. આનો મોટો શ્રેય જય શાહના વિઝનને જાય છે.” ગોએન્કાના નિવેદનથી ગુસ્સે થયેલા લલિત મોદીએ તીવ્ર પ્રતિક્રિયા આપી. તેમણે સૌપ્રથમ સંજીવ ગોએન્કાના ટ્વિટનો જવાબ આપ્યો, શું તમે ગંભીર છો? તમે મજાક કરનાર છો.” ત્યારબાદ તેમણે સંજીવ ગોયેન્કાને ટેગ કરીને લખ્યું, ગંભીરતાથી, આ વ્યક્તિને કદાચ યાદ પણ નથી કે આ મોડેલ કોણે બનાવ્યું હતું. સારું, કોઈ વાંધો નહીં, તે પોતાની દુનિયામાં રહે છે. આપણે બધા જાણીએ છીએ કે સંજીવ ગોયેન્કા શું છે.” ત્યારબાદ લલિત મોદીએ હસતો ઇમોજી ઉમેર્યો.લલિત મોદીએ આગળ લખ્યું, હું ઈચ્છું છું કે તેનો ભાઈ હર્ષ ગોયેન્કા ફ્રેન્ચાઇઝીનો માલિક હોત. તે એક સાચો ક્રિકેટ ચાહક છે, તેના જેવો જાેકર નહીં. તે (સંજીવ) વિચારે છે કે એક ટ્વીટ ઇતિહાસ બદલી નાખશે.