દુનિયાનું એક એવું ઝેરી પક્ષી, જેને સ્પર્શ કરવા માત્રથી જ માણસનું મોત થઈ જાય!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, મે 2026  |   3069

દુનિયામાં ઝેરી જીવોની વાત કરવામાં આવે તો લોકોના મગજમાં સૌથી પહેલા સાપ, કરોળિયા કે વીંછીનું નામ આવે છે, પરંતુ શું તમે જાણો છો કે, એક એવું પક્ષી પણ અસ્તિત્વ ધરાવે છે, જેને અડવું માણસો માટે ખતરનાક સાબિત થઈ શકે છે? આ અનોખા અને અત્યંત ઝેરી પક્ષીનું નામ હુડેડ પિટોહુઈ છે. આ પક્ષી મુખ્યત્વે ન્યૂ ગિનીના જંગલોમાં જાેવા મળે છે અને તેને દુનિયાનું સૌથી ઝેરી પક્ષી માનવામાં આવે છે.

આ પક્ષીની શોધ ૧૯૮૦ના દાયકામાં વૈજ્ઞાનિક જેક ડમ્બેચર દ્વારા કરવામાં આવી હતી. તેઓ ન્યૂ ગિનીમાં ફિલ્ડવર્ક કરી રહ્યા હતા, ત્યારે તેમણે પહેલીવાર આ પક્ષીને પકડ્યું હતું. પક્ષીને સ્પર્શ કર્યાની થોડી જ વાર પછી તેમને પોતાના હાથ, આંખો અને મોંમાં તીવ્ર બળતરા, ઝણઝણાટી અને ખાલી ચડી જવીનો અનુભવ થવા લાગ્યો હતો. શરૂઆતમાં તેમને સમજાયું નહીં કે, આવું કેમ થઈ રહ્યું છે, પરંતુ બાદમાં તપાસ દરમિયાન ખબર પડી કે, આ પક્ષીની ત્વચા અને પીંછા ઝેરી હોય છે.

વર્ષ ૧૯૯૨માં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં ડમ્બેચર અને તેમની ટીમે ખુલાસો કર્યો હતો કે, હુડેડ પિટોહુઈના શરીરમાં ‘બેટ્રાકોટોક્સિન’ નામનું ખતરનાક ઝેર જાેવા મળે છે. આ જ ઝેર કેટલાક અત્યંત ઝેરી દેડકાઓમાં પણ જાેવા મળે છે. આ ટોક્સિન પક્ષીને શિકારીઓ અને પરજીવીઓથી બચાવવામાં મદદ કરે છે. જાે કોઈ શિકારી તેને ખાવાનો પ્રયત્ન કરે, તો તેને ગંભીર નુકસાન થઈ શકે છે. સૌથી હેરાન કરનારી વાત એ છે કે, આ પક્ષી પોતે પોતાના શરીરમાં ઝેર બનાવતું નથી. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હુડેડ પિટોહુઈ પોતાના ખોરાકમાંથી આ ઝેર મેળવે છે. તે ‘મેલિરીડ બીટલ્સ‘ નામના ઝેરી કીડાઓને ખાય છે, જેમાં બેટ્રાકોટોક્સિન હાજર હોય છે. બાદમાં આ જ ઝેર પક્ષીની ત્વચા અને પીંછાઓમાં જમા થઈ જાય છે. આ પક્ષીનો ચમકતો કાળો અને નારંગી રંગ પણ એક ખાસ હેતુ પૂરો કરે છે. આને ‘એપોસેમેટિઝમ‘ કહેવામાં આવે છે, એટલે કે એવો રંગ જે અન્ય જીવોને ચેતવણી આપે છે કે આ ખતરનાક હોઈ શકે છે. આ જ કારણ છે કે, ન્યૂ ગિનીના સ્થાનિક લોકો આ પક્ષીથી અંતર જાળવી રાખે છે. ત્યાંના લોકો તેને ‘રબિશ બર્ડ’ એટલે કે બેકાર પક્ષી પણ કહે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, દુનિયામાં આવા પક્ષીઓ ખૂબ જ ઓછા છે, જે આત્મરક્ષણ માટે ઝેરનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે, હુડેડ પિટોહુઈ આજે પણ વૈજ્ઞાનિકો અને વન્યજીવ પ્રેમીઓ માટે રહસ્ય અને આશ્ચર્યનો વિષય બનેલું છે. વર્ષ ૧૯૯૨માં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં ડમ્બેચર અને તેમની ટીમે ખુલાસો કર્યો હતો કે, હુડેડ પિટોહુઈના શરીરમાં ‘બેટ્રાકોટોક્સિન’ નામનું ખતરનાક ઝેર જાેવા મળે છે. આ જ ઝેર કેટલાક અત્યંત ઝેરી દેડકાઓમાં પણ જાેવા મળે છે. આ ટોક્સિન પક્ષીને શિકારીઓ અને પરજીવીઓથી બચાવવામાં મદદ કરે છે. જાે કોઈ શિકારી તેને ખાવાનો પ્રયત્ન કરે, તો તેને ગંભીર નુકસાન થઈ શકે છે. સૌથી હેરાન કરનારી વાત એ છે કે, આ પક્ષી પોતે પોતાના શરીરમાં ઝેર બનાવતું નથી. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હુડેડ પિટોહુઈ પોતાના ખોરાકમાંથી આ ઝેર મેળવે છે. તે ‘મેલિરીડ બીટલ્સ‘ નામના ઝેરી કીડાઓને ખાય છે, જેમાં બેટ્રાકોટોક્સિન હાજર હોય છે. બાદમાં આ જ ઝેર પક્ષીની ત્વચા અને પીંછાઓમાં જમા થઈ જાય છે. આ પક્ષીનો ચમકતો કાળો અને નારંગી રંગ પણ એક ખાસ હેતુ પૂરો કરે છે. આને ‘એપોસેમેટિઝમ‘ કહેવામાં આવે છે,

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution