૨૪ કેરેટ સોનાથી મઢેલા પાંચ કરોડના રામાયણની પણ રામમંદિરમાંથી ચોરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, જુલાઈ 2026  |   495


અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરી વચ્ચે, પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ લક્ષ્મી નારાયણે દાવો કર્યો છે કે તેમની સોનાથી મઢેલી રામચરિતમાનસ ચોરાઈ ગઈ છે. તેમણે કહ્યું કે ૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ તેમણે રામ મંદિર ટ્રસ્ટને સવા ક્વિન્ટલની રામચરિતમાનસ ભેટ કરી હતી, પરંતુ આજ સુધી તેમને તેની રસીદ મળી નથી. એટલું જ નહીં, ૩-૪ મહિના પછી મંદિરમાંથી રામચરિતમાનસ ગાયબ થઈ ગઈ. આ રામાયણના ૧૦૦૦ પાના પર ૨૪ કેરેટ સોનાનો થર ચઢાવવામાં આવ્યો છે. તેની કિંમત ૫ કરોડ હતી.

હું અયોધ્યા પહોંચ્યો, ત્યારે ચંપત રાયે ૯ કલાક સુધી રાહ જાેવડાવી. મેં તેમને હાથ જાેડીને કહ્યું- સર, આ મારી આખી જિંદગીની પૂંજી છે. રામચરિતમાનસને મંદિરમાં રખાવી દો. ત્યારે તેમણે કહ્યું- મારી પાસે ઘણા લોકોના આભૂષણો અને ઘણી બધી વસ્તુઓ આવે છે, તો શું હું ફક્ત આ બધાનું જ પ્રદર્શન કરતો રહું? મેં મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અને ટ્રસ્ટ મેમ્બર ગોપાલ રાવનો સંપર્ક કર્યો, પરંતુ કંઈ થયું નહીં. પછી હું ફરીથી અયોધ્યા ગયો. ૪ કલાક રાહ જાેયા પછી ચંપત રાય મળ્યા. તેમણે મને કહ્યું- હું કંઈ કરી શકતો નથી, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. આ તરફ, મંદિર ટ્રસ્ટે ૬ જુલાઈના રોજ યોજાનારી તેની બેઠકનો શનિવારે એજન્ડા જાહેર કર્યો. આમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાના રાજીનામા પર ર્નિણય લેવાશે. આ ઉપરાંત  પ્રારંભિક અહેવાલ અને મંદિર વ્યવસ્થાપન સંબંધિત વ્યવસ્થાઓ પર ચર્ચા કરવામાં આવશે.શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે શું આટલા મોટા ભગવાનના દરબારમાં ચોરી કરીને રાજીનામું આપવાથી છૂટ મળી જશે?

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution