શિયાળાની ઋતુ આવી ગઈ છે એટલે સ્વાભાવિક છે કે, સૌ કોઈ સ્વેટર, મફલર, સ્કાફ, મોજા સહિતની વસ્તુઓની ખરીદી કરી રહ્યાં છે. રાજ્યમાં સાંજ પડતા જ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વહેલી સવારે પણ તમને ગુલાબી ઠંડીનો અહેસાસ થતો જ હશે. ત્યારે હવે સૌ કોઈ સ્વેટર, મોજા કે, મફલરની ખરીદી કરી રહ્યાં છે. કારણ કે, હવે શિયાળાની ઋતુનું આગમન થઈ ગયું છે, ત્યારે અમદાવાદમાં પણ તિબેટીયન લોકોનું આગમન થઈ ગયું છે અને માર્કેટ પણ શરૂ થઈ ગઈ છે.