18, ઓગ્સ્ટ 2024
બોડેલી |
અહીં પવિત્ર શ્રાવણ મહિના માં વડોદરાના પાંચેક મંડળો દ્વારા તેમજ પરોલી ના મેલડી માતા મંદિર ના ભક્તો દ્વારા દર શનિ રવિમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે જાંબુઘોડા અભ્યારણ્ય માં આવેલા બોડેલી તાલુકા ના અતિ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઝંડ હનુમાન ખાતે અમદાવાદ ના ચાંદખેડા વિસ્તારમાં રહેતા જયસ્વાલ પરિવાર દ્વારા બે કિલો ચાંદીની ગદા ચઢાવવા માં આવી હતી.
જાણવા મળ્યા મુજબ જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારમાં આવેલા બોડેલી તાલુકાના ઝંડ ગામ પાસેના જંગલ વિસ્તારમાં આવેલ અતિ સુપ્રસિદ્ધ અને પ્રાચીન એવા જન હનુમાન મંદિર ખાતે આજ રોજ એક લાખ ઉપરાંત ભક્તોએ દાદાના દર્શનનો લાભ લીધો હતો અને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા જયસ્વાલ પરિવારના મોહીનભાઈ જગદીશ પ્રસાદ જયસ્વાલ તેમજ કુશાલીબેન મોહીનભાઈ તથા ગં.ગ.સ્વ. પવિત્રાબેન જગદીશ પ્રસાદ જયસ્વાલ તરફથી બે કિલો ચાંદીની ગદા હનુમાન દાદા ને અર્પણ કરવામાં આવી હતી જ્યારે ૧૦ હજાર ભક્તો જમી શકે તેટલું ભોજન બનાવી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું
ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ચાંદખેડા ના હનુમાન દ્વારા હનુમાન દાદાને ગદા અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે તેઓના સંબંધી એવા જાંબુઘોડા ના જયસ્વાલ પરિવારના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી ગદા અર્પણ કરવામાં સહભાગી બન્યા હતા
મોહીન કુમાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓના ફોઈ ના જાંબુઘોડા ખાતે લગ્ન કર્યા હતા અને અમે નાના નાના હતા ત્યારે અહીં જાંબુઘોડા આવી ઝંડ હનુમાન ખાતે ચાલતા જતા હતા તે સમયે જ અમોએ નક્કી કર્યું હતું કે હનુમાન દાદા અમારી રોજીરોટીમાં બરકત આપશે તો અમો હનુમાન દાદા ને ચાંદીની ગદા ચડાવીશું જેથી કરીને અમો આજરોજ બે કિલો ચાંદીની ગદા લઈ અહીં દાદાને અર્પણ કરવા પરિવાર સાથે આવ્યા છીએ તેમ જણાવ્યું હતું અહીં પવિત્ર શ્રાવણ મહિના માં વડોદરા ના પાંચેક મંડળો તેમજ પરોલી ના મેલડી માતા મંદિર ના ભક્તો દ્વારા દર શનિ રવિ માં ભવ્ય ભંડારા નું આયોજન કરવામાં આવે છે જે ખૂબ જ પ્રશંસા ને પાત્ર છે કારણ કે અહીં આવતા ભક્તોને ફરાળી તેમજ સાધુ ભોજન મળી રહે છે અત્રે આવતા ભક્તોને થોડીવાર વિસામો પણ મળી જાય છે