અમદાવાદ-

કોરોનાના વધતા કહેર વચ્ચે પાટણ પાલિકા દ્વારા, એક મહત્વનો નિર્ણય લેવાયો છે. પાટણ પાલિકા દ્વારા રૂપિયા 1 ના ટોકનમાં શબવાહિની આપવાનો નિર્ણય કરાયો છે. પાટણ પાલિકાની આ શબવાહિની કોવિડમાં મૃત્યુ પામ્યા હોય, તેમના સ્વજનોને આપવામાં આવશે. કોવિડમાં મૃત્યુ પામનાર પરિવારના સ્વજન, પાલિકામાં આવી નોંધણી કરાવીને, માત્ર 1 રૂપિયાના ટોકનમાં શબવાહિની મેળવી શકશે. જો દર્દીનુ મોત થાય તો તેમની અંતિમ વિધિ માટે, ક્યાં લઈ જવા અને કેવી રીતે લઈ જવા તે મોટી મુશ્કેલી પરિવારો માટે ઉભી થતી હોય છે. આ મામલે પાટણ પાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મૃતદેહના કોવિડની ગાઈડ લાઈન મુજબ, સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાશે. તે માટે મૃતકના પરિવારજનોએ માત્ર પાલિકામાં નોંધણી કરાવવાની રહેશે.